Home Kheda (Anand) સરકારી ગ્રાન્ટનો મહેમદાવાદમાં દુરુપયોગ,25 લાખના ખર્ચે બનાવેલો રોડ કેમ તોડી પાડવામાં આવ્યો...

સરકારી ગ્રાન્ટનો મહેમદાવાદમાં દુરુપયોગ,25 લાખના ખર્ચે બનાવેલો રોડ કેમ તોડી પાડવામાં આવ્યો ?.

14
0

મહેમદાવાદ નગરપાલિકાના વિસ્તારમાં એક મહિના પહેલા બનાવવામાં આવેલ આરસીસી રોડમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી જતા એક મહિના બાદ ૨૫ લાખના ખર્ચે બનેલો રોડ એકાએક તોડી પાડતા નગરપાલિકાના વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆતો કરતાં પોતાની પોલ ખુલી જવાના બીકે
એકાએક કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડી પાડવામાં આવ્યો તેવું સભ્યો દ્વારા જણાવાયું
ચૂંટાયેલા સભ્યોનો આક્ષેપ છે કે રોડ 17 ઇંચ ના બદલે ૧૧ ઇંચ જાડાઈ માં બનાવવામાં આવ્યો હતો
તથા હલકી ગુણવત્તાવાળું મટિરીયલ વાપરવાની પણ ફરિયાદો ઉઠી છે
આ રોડ તોડ્યો તેના પૈસા કોણ ભોગવશે નગરપાલિકા કે કોન્ટ્રાક્ટર?
પ્રજાના ભરેલા ટેક્સના પૈસા નો દુર ઉપયોગ થશે કે તેને બચાવી લેવામાં આવશે
રોડ આવો બનવા પાછળનું કારણ કોન્ટ્રાક્ટર છે કે કર્મચારીઓ તે પણ સભ્યો દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ
આગામી મળનારી મહેમદાવાદ નગરપાલિકા સામાન્ય સભાની બેઠકમાં શું નિર્ણય આવશે તે હવે જોવું રહ્યું
17 ઇંચ નો રોડ મંજૂર કર્યો અને બનાવ્યો ૧૧ ઇંચ નો તો બાકીના 6 ઇંચ ના પૈસા કોના કિસ્સામાં ગયા મહેમદાવાદ નગરના લોકો નો સળગતો સવાલ
કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સાબિત થાય તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે? તે પણ નગરપાલિકાના સભ્યો ની માંગ છે
અને નવો રોડ કેટલા દિવસમાં બનશે રોડ તોડ્યા પછી સ્થાનિક રહીશોને તથા તેમના પશુ અને વાહનોને અવરજવર કરવા મુ શ્કેલીનો સામનો કરવો પડ્યો તેનો જવાબદાર કોણ તથા નવો રોડ હવે ક્યાં સુધીમાં બની રહેશે? તે હવે જોવું રહ્યું
 


Previous articleખેડા પોલીસ દ્વારા યોજાયેલ યોગપ્રહરી માં ભાગ લેનાર પોલીસ કર્મી ઓ ને ખેડા એસ પી દ્વારા પ્રશંસા પત્ર આપવા માં આવ્યું
Next articleસરકારી ગ્રાન્ટનો મહેમદાવાદમાં દુરુપયોગ,25 લાખના ખર્ચે બનાવેલો રોડ કેમ તોડી પાડવામાં આવ્યો ?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here