Home Crime સુરતમાં 24 કલાકમાં પોલીસ ચોપડે બે હત્યાની ઘટના નોંધાઈ.

સુરતમાં 24 કલાકમાં પોલીસ ચોપડે બે હત્યાની ઘટના નોંધાઈ.

20
0

એક બાદ એક હત્યા…અપહરણ…ખંડણી…દુષ્કર્મ જેવી ઘટનાઓ સુરતમાં સામાન્ય બની ગઇ છે. જેના લીધે સુરત ની સિરત ખરડાઇ રહી છે. રોજે-રોજ અહીં ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે.. જેનો પુરાવો છે એક જ દિવસમાં થયેલી બે હત્યાઓ.. જેના કારણે સામાન્ય માણસના મનમાં ભય વ્યાપી ગયો છે. સુરતમાં ક્રાઇમ રેટ માં સતત વધારો થઈ રહ્યો છે, એક બાદ એક હત્યા, અપહરણ, ખંડણી  મામલે ફરિયાદમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ 24 કલાકમાં સુરતમાં પોલીસ ચોપડે બે હત્યાની ઘટના નોંધાઈ છે. ટેકસટાઇલ માર્કેટ (Textile market)માં લિફ્ટ મેન ની હત્યા તો બીજી તરફ દારૂની ખેપ મારનારા ઇસમની જુગારની કલબ નજીક સરેજાહેર હત્યા કરવામાં આવી છે.

સુરત શહેરમાં આવેલું રેલવે સ્ટેશન વિશ્વમાં જાણીતું છે કારણ કે ભારત દેશમાં એક માત્ર રેલવે સ્ટેશન છે જેના પહેલા માળે આવે છે ટ્રેન, પરંતુ બીજી તરફ આ રેલવે સ્ટેશનની ગોદી અને યાર્ડ અસામાજીકતત્વોનો અડ્ડો બની ગયો છે, દારૂ અને ગેમ્બલિંગની કલબ આ રેલવે યાર્ડમાં ધમધમી રહ્યું છે. ત્યાં મંગળવારે સવારે એક અજાણીય ઇસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ સાથે FSLની ટીમ દોડતી થઈ ગઈ હતી. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મરનારને પથ્થર વડે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી ભાગી છૂટ્યો છે.

સૂત્રોના મતે મૃતક રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતો હતો અને મંગળવારે સવારે એની હત્યા કરાયેલી લાશ મળી આવતા રેલવે પોલીસ તંત્ર દોડતું થયું હતું, જ્યારે રિંગરોડના કાપડ માર્કેટ વિસ્તારમાં આવેલા પદ્મવાતી ટેકસટાઇલ માર્કેટમાં એક લિફ્ટમેનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. માર્કેટના બીજા માળે જેન્ટ્સ ટોયલેટની અંદર હત્યા કરાયેલો મૃતદેહ 65 વર્ષીય કુરુપ ગોપાલ અપ્પુપુરનની હોવાની ઓળખ કરાઈ છે. મરનાર લિફ્ટમેન મૂળ કેરલાનો વતની છે અને સુરતમાં નોકરી અર્થે આવ્યો હતો અને પોતાની દીકરી સાથે રહેતો હતો.

જોકે વૃદ્ધ લિફ્ટ મેન કુરુનની હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. મૃતક કુરુનના ગળાના ભાગે ઇજાના નિશાનને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે, જ્યારે પોલીસને મળી આવેલા CCTVમાં લિફ્ટમેન ટોઇલેટમાં જતો નજરે દેખાય છે. સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે સતત વધી રહેલા હત્યાના બનાવ અને ક્રાઇમ રેટમાં વધારો થતો હોવાથી સુરત પોલીસે હત્યા મામલે બોલવાનું આજરોજ તાળી દીધું હતું અને અધિકારીઓ બંદોબસ્તમાં હોવાનું રટણ ચલાવી રહ્યા હતા, જ્યાં બીજી તરફ રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં બાળકીનું અપહરણ, ચોરી, બાળમજૂરી, હત્યા, ખંડણી, મોબાઈલ અને ચેન સ્નેચિંગ જેવા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં રેલવે પોલીસની હદમાં રેલવે યાર્ડમાં અસામાજીક તત્વો જેવા રાજુ પંડિત અને યુસિફ ભાયા જેવા દારૂ અને જુગારની કલબ ચલાવી રહ્યા હોય અને ત્યાં નજીકમાં જ હત્યાની ઘટના બની જતી હોય, એજ દર્શાવી રહ્યું છે કે સુરત ધીમે ધીમે ક્રાઇમ કેપિટલ બની ગયું છે.

Previous article2021-22ના બજેટથી સૌથી મોટી આશા છે કે, આ વખતે સરકાર ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકે છે.
Next articleદિલ્હી પોલીસે મોહિત ગોયલ કરોડના ડ્રાઇ ફ્રૂટ કૌભાંડમાં પકડી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here