Home Kheda (Anand) સ્પેક એન્જિનિરીંગમા પેટન્ટ ફોર્મ પર સેમિનારનું આયોજન કરાયું

સ્પેક એન્જિનિરીંગમા પેટન્ટ ફોર્મ પર સેમિનારનું આયોજન કરાયું

191
0

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ,સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગમાંપેટન્ટ ફોર્મ પર સેમિનારનું આયોજન કરાયું.આ સેમિનાર માં એક્સપર્ટ તરીકે પ્રો. દશરથ પંચાલ કે જેઓ સ્પેક એન્જિનિરીંગ ના સિવિલ વિભાગમા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પ્રો. દશરથ પંચાલે પેટન્ટ ડ્રાફટીંગ ના પેટન્ટ ફોર્મ માં માહિતી ભરવા અંગે ઊંડાણ પૂર્વક જ્ઞાન પૂરું પાડ્યું હતું. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ ના આઈ.પી ઇન્ડિયા વેબસાઈટમા પેટન્ટના વિવિધ 30 થી વધુ ફોર્મ ભરવા અંગે ક્રમબઘ્ધ માહિતી પુરી પાડી હતી.આ સેમિનાર માં કોપીરાઈટ્સ, ટ્રેડમાર્ક અને ડીઝાઈનના ફોર્મ ભરવા અંગે પણ માહિતી પુરી પડી હતી.વધુ માં ઊંડાણમાં આગળ સમજાવતા પ્રો. દશરથ પંચાલે ઓર્ડિનરી એપ્લિકેશન અને કન્વેનશન એપ્લિકેશન ફોર્મ ક્યારે અને કેવી રીતે ભરવા તેના વિશે સમજાવ્યું હતું. આ સેમિનાર નો મુખ્ય હેતુ પેટન્ટફોર્મ વિશે માહિતી પુરી પાડવાનો હતો.
આ ઉપરોક્ત સેમિનાર ના આયોજન માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ સર, સેક્રેટરી શ્રીશિતલ પટેલ સર તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ સર, ધર્મેશ પટેલ સર, વિકાસ પટેલ સર, બ્રિજેશ પટેલસર, ભાવિન પટેલ સર અને સ્પેકએન્જીનિયરીંગ ના આચાર્યડૉ. (પ્રો) કિરીટકુમાર ભટ્ટ સરતથાપેટન્ટ રિવ્યૂકમિટી ના સંયોજક પ્રો. ધવલ પટેલ સરે સૌને અભિનંદન પાઠવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here