સેવા ભાવી સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપશે
દાંડી માર્ગના ગામોમાં ઉસ્સાહનો માહોલ
આણંદઃ આણંદ જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા મંડળના યુવાનો દાંડી યાત્રામાં જોડાશે અને છાસ વિતરણનું કામ પણ કરશે અમુલ દ્વારા છાસ પુરી પાડવામાં આવશે.આણંદ જિલ્લા માં તા.૧૬/૩/૨૦૨૧ ના રોજ બોરીયાવી નગરથી પ્રવેશનારી દાંડી યાત્રા અને દાંડી યાત્રીઓનુ દાંડી માર્ગ ઉપર ભવ્યાતિભવ્ય સ્વાગત થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
દાંડી માર્ગ ઉપરના ગામોમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદ યુવા મંડળના યુવાનો શ્રી ચિરાગ રાવલ અને શ્રી અમીપ શાહના નેતૃત્વમાં યુવાનો આણંદ જિલ્લાની સરહદે બોરીયાવી ખાતે દાંડી યાત્રીઓનું સ્વાગત કરશે,
લાભવેલ રોડ ઉપર છાસ વિતરણનું કાર્ય કરશે , ત્યારબાદ ૧૮ માર્ચના રોજ ૧૬૦ યુવાનો ડી.એન.હાઈસ્કૂલથી સૂર્ય મંદિર બોરસદ સુધી દાંડી યાત્રીઓ સાથે જોડાશે ત્યારબાદ ૧૯ માર્ચના રોજ ૧૮૦ યુવાનો કકાપુરા ગામ સુધી યાત્રા સાથે જોડાશે જ્યાં દાંડી યાત્રી ઓ રાત્રી રોકાણ કરશે.
કલેક્ટર શ્રી આર .જી.ગોહિલે જિલ્લાભરની સામાજિક સેવા ભાવી સંસ્થાઓ, રોટરી કલબ ,લાયન્સ ક્લબ , સી.ટુ. સી. ફાઉન્ડેશન , અન્ય સંસ્થા , મંડળોને દાંડીયાત્રાના સ્વાગતમાં જોડાય અને પોતાનું યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો,
દાંડી યાત્રાના તમામ ગામોમાં ગ્રામજનો દ્વારા સ્વાગત થાય અને ગામે ગામ ઉસ્સાહનો માહોલ ઉભો થાય તેમજ સૂતરની આંટીએ સ્વાગત કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
રાત્રી રોકાણ વાળા ગામોમાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે આ સાંસ્કૃતિક કાર્યક્રમો આઝાદીના જંગમાં આપેલા યોગદાનની ગાથા તથા ગાંધીજીની દાંડીકૂચ, આઝાદી જંગમાં યોગદાનને દોહરાવશે આ ઉપરાંત દેશભક્તિના ગીતો રજૂ કરીને સમગ્ર વાતાવરણને આઝાદીજંગમાં આપેલા યોગદાનની ગાથા રજૂને દેશભક્તિમય બનાવવામાં આવશે.
Home Kheda (Anand) સ્વામી વિવેકાનંદ યુવા મંડળના યુવાનો દાંડી યાત્રામાં જોડાશે છાસ વિતરણ અને સેવાનું...