Home Crime માંડણ ગામ નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં 01 નું મોત,02 ને ઇજા

માંડણ ગામ નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં 01 નું મોત,02 ને ઇજા

18
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બીજી મોટરસાઇકલ ચાલાક અને તેમના બાળકને ઇજાઓ થઈ છે.
મળતી માહિતી અનુસાર શનાભાઈ દમણીયાભાઈ વસાવા રહે-ધાટોલી,તા-ડેડીયાપાડા જી.નર્મદાની ફરીયાદ મુજબ મોટરસાઈકલ નંબર GJ.22.J.5514 નો ચાલકે પોતાની મો.સા પુર ઝડપે હંકારી લાવી તેમના દીકરા અરવિંદની મોટર સાઈકલ નંબર GJ.22.L.3991ની સાથે અકસ્માત કરી અરવીંદભાઈ શનાભાઈ વસાવા ઉ.વ.૨૭ ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તેમજ એક્સીડેંટ કરનાર મો.સા ચાલકને તથા તેમના બાળકને શરીરે ઈજાઓ પહોચાડતા રાજપીપળા પોલીસે અકસ્માત કરનાર મો.સા.ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


Previous articleઢોલાર ગામમાં પુત્રવધુ સાથે બોલાચાલી કરી માર મારનાર 03 વિરુદ્ધ ગુનો નોંધાયો
Next articleબાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ જન ચેતના યાત્રા કાઢવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here