Home India જમ્મુ-કાશ્મીરના બારામુલામાં CRPF ટીમ પર આતંકી હુમલો, 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં CRPF ટીમ પર આતંકી હુમલો, 3 જવાન શહીદ

12
0

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાબળોના એક દળ પર આતંકીઓએ હુમલો કર્યો. હુમલામાં કાશ્મીર પોલીસના એક અને સીઆરપીએફના બે જવાન શહીદ થયા. આતંકીઓએ બારામુલાના ક્રેરી વિસ્તારમાં નાપાક હરકતને અંજામ આપ્યો. આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસની જોઇન્ટ નાકા પાર્ટી પર કેટલાંય રાઉન્ડ ફાયરિંગ કર્યું.
આઇજી વિજય કુમારે કહ્યું કે હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ પોલીસ ઓફિસર શહીદ થયા હતા. તો સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા હતા. સારવાર દરમ્યાન સીઆરપીએફના જવાનોએ છેલ્લાં શ્વાસ લીધા.



બારામુલાના ક્રેરી વિસ્તારમાં હુમલો
વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ ગામમાં જ કયાંક છુપાઇ ગયા છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમ્યાન આતંકીઓએ સુરક્ષાબળો પર ગોળી ચલાવાનું શરૂ કરી દીધું.
14 ઑગસ્ટના રોજ હુમલામાં બે જવાન શહીદ
આની પહેલાં 14મી ઑગસ્ટના રોજ શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન કર્યું. આતંકીઓએ નૌગામમાં 15 ઑગસ્ટ માટે સુરક્ષામાં તૈનાત પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. શ્રીનગરના નૌગામ બાઇપાસ પર શુક્રવાર સવારે આતંકી હુમલો થયો હતો.


Previous articleડાકોર મા રોજ નો રોજ કોરોના નો કહેર વધી રહ્યો છે આજે કોરોના ના ૪ કેશ નોધાયા
Next articleપીજ ચોકડી નજીક બે કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા પાંચના મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here