Home Gujarat અમદાવાદના ગોતામાં એક જ પરિવારના 10 લોકો પોઝિટીવ, રાજકોટમાં’યે એક જ પરિવારના...

અમદાવાદના ગોતામાં એક જ પરિવારના 10 લોકો પોઝિટીવ, રાજકોટમાં’યે એક જ પરિવારના 16 લોકોને કોરોના

10
0

હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ વધી રહી છે. અગાઉ 700ને પાર પહોંચેલો કોરોના હવે રોજના 800 કેસોની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીનાં સૌથી વધારે 778 કેસો નોંધાયા છે. ત્યારે અમદાવાદ અને રાજકોટમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ઝપેટમાં એક આખો પરિવાર આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં એક જ પરિવારના 10 લોકો સંક્રમિત બન્યા છે જે 10 પૈકી 3 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 7 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સિવાય રાજકોટમાં પણ એક જ પરિવારના 16 લોકોને કોરોના પોઝિટીવ આવ્યા છે.
રાજકોટમાં ફરી વખત કોરોનાએ ચિંતાભર્યું વાતાવરણ સર્જ્યું છે. એક જ દિવસમાં શહેર અને જિલ્લામાંથી 45 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં 3 પરિવારમાંથી ઉત્તરક્રિયામાં ભેગા થયેલા હુંબલ પરિવારના બે દિવસમાં 17 જ્યારે અન્ય બે પરિવાર પોઝિટિવ આવ્યા છે. સિવિલમાં રાજકોટ અને અન્ય જિલ્લા સહિત 12ના મોત થયા છે. જેની સામે મંગળવારે અમદાવાદમાં પાંચ જ મોત થતાં રાજકોટ અમદાવાદ કરતા આગળ નીકળ્યું હતું. આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ કેસ 507 થયા છે જેમાંથી 197 સારવાર હેઠળ, 20નાં મોત જ્યારે બાકીના 291 ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના કેસ વધતાં રાજકોટમાં એસિમ્ટોમેટિક દર્દીઓ માટે રેનબસેરામાં 100 બેડની હોસ્પિટલ બનાવાઈ છે.
અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અમદાવાદમાં કેસો ઘટ્યા છે, જેની સામે સુરતમાં સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજના દિવસે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન 204, અમદાવાદ કોર્પોરેશન 172, વડોદરા કોર્પોરેશન 49, સુરત 45, રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ 15, મહેસાણા 15, ભરૂચ 15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જુનાગઢ કોર્પોરેશન 7, મહીસાગર 7, અમરેલી 6, દાહોદ 6, જુનાગઢ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, પાટણ 5, મોરબી 5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર-સોમનાથ, તાપી 3, સાબરકાંઠા 2, છોટા ઉદેપુર 2, જામનગર 2, નર્મદા 1, બોટાદ 1, દેવભૂમિ દ્વારકા 1 કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 8913 પર પહોંચી ગઈ છે, જેમાંથી 61 દર્દીઓની હાલત ગંભીર છે અને 8852 દર્દીઓની હાલત સ્થિર છે. આજે અમદાવાદ કોર્પોરેશન 04, સુરત કોર્પોરેશન 03, અમદાવાદ 01, દેવભૂમિ દ્વારકા 01, બનાસકાંઠા 01, જામનગર કોર્પોરેશન 02, મોરબી 01, પાટણ 01, ખેડા 01, રાજકોટ 01, ગાંધીનગરમાં 01 દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.


Previous articleમોટા સમાચાર: ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત અને રાઇટ હેન્ડ અમર દુબેનું એન્કાઉન્ટર
Next articleભારત સામે બાથ ભિડવી ડ્રેગનને ભારે પડી, સરહદે પીછેહટ બાદ લાગ્યો વધુ એક મોટો ઝાટકો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here