આજે 73 મો ગણતંત્ર દિવસ
દેશભરમાં શાનદાર ઉજવણી
જવાનોએ કડકડતી ઠંડીમાં લહેરાવ્યો તીરંગો
દેશભરમાં 73 માં ગણતંત્ર દિવસની ઉજવણીઓ થઈ રહી છે.
ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોએ લદ્દાખમાં -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 15,000 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.

આ Video જોઈને કોઈ પણ ભારતીયની છાતી પહોળી થઈ જશે.
લદ્દાખમાં -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 15,000 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાયો હતો. તો ઉત્તરાખંડના કુમાઉમાં 12000 ફિટની ઊંચાઈએ તિરંગો લહેરાયો હતો.
આ સિવાય પણ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ‘હિમવીર’ ઉત્તરાખંડના ઔલી ખાતે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 11,000 ફૂટની ઊંચાઈએ 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવે છે.
#WATCH | 'Himveers of Indo-Tibetan Border Police (ITBP) celebrate #RepublicDay at 15000 feet altitude in -35 degree Celsius temperature at Ladakh borders.
(Source: ITBP) pic.twitter.com/JvHchY99AE
— ANI (@ANI) January 26, 2022