Home South-Gujarat ઘરેથી ભાગીને લગ્ન કરવા જતી સગીરાને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે સમજાવી પરિવારને...

ઘરેથી ભાગીને લગ્ન કરવા જતી સગીરાને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે સમજાવી પરિવારને સોપી

26
0

નવસારીઃ નવસારી તાલુકાના ઍક ગામમાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર યુવકનો કોલ આવતા જણાવ્યું હતું કે મારી ગર્લફ્રેંડ ઘરેથી ભાગીને મારે ઘેર આવી છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે.
૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમને પ્રાપ્ત થયેલી વિગત મુજબ નવસારીના નજીકના ગામની સગીરા જેઓની ઉ.વ. ૧૬ છે. જે ઘરેથી ભાગીને યુવકના ઘરે આવી લગ્ન કરી લેવા જણાવ્યું હતું. યુવકે સમજાવ્યું કે, હજી લગ્ન કરવાની ઉંમર નથી. પરંતુ સગીરા નહિ માનતા યુવકે ૧૮૧ અભયમ ટીમની મદદ માંગી હતી. ૧૮૧ અભયમ નવસારી ટીમે ૧૬ વર્ષ ની કિશોરીનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે મારી ઘરના લગ્ન માટે ના પાડતા ભાગી આવી છું જેથી તેમના માતા પિતા ને કૉલ કરી પૂછતા જણાવેલ કે તેમની ઉમર નહીં હોવાથી ના પાડી હતી. જેથી અભયમ ટીમે સગીરા ને જણાવેલ કે તારી ઉંમર ઓછી છે જેથી લગ્ન કરવા કાયદો અને સમાજ પરમિશન આપતા નથી આ ઉપરાંત યુવક ની પણ ઉંમર નથી જેથી હાલ તારે અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. તમારો પરિવાર તારી ઉમર થશે ઍટલે તારા લગ્ન કરાવી આપશે. આમ યોગ્ય રીતે સમજાવતા સગીરા ને પોતાની ભૂલ સમજાઈ જતા તેના માતા પિતા સાથે જવા તૈયાર થઈ હતી.

આમ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમની સમજાવટથી સગીરાને માતા-પિતાને સોîપતા તેઓના પરિવારે અભયમ ટીમ નો આભાર માન્યો હતો

(શેખર ખેરનાર ડાંગ )


Previous articleકોરોના સામે રક્ષણ મેળવવા આયુર્વેદ પધ્ધતિનો ઉપયોગ કરી રોગપ્રતિકારક શક્તિ વધારી ઍ
Next articleમરોલી રેલ્વે ઓવરબ્રીજ કામગીરી અનુલક્ષીને આવતા-જતા માર્ગ વાહનવ્યવહાર પર પ્રતિબંધ ઃ જાહેર જનતાઍ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here