Home Kheda (Anand) તા.રજી ફેબ્રુઆરીના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ

તા.રજી ફેબ્રુઆરીના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ

76
0

રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાશે


૨૭ તેજસ્‍વી વિદ્યાર્થીઓને ૫૮ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો અને રોકડ પુરસ્‍કાર એનાયત કરાશે


યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૫૪૯ વિદ્યાર્થીઓને સ્‍નાતક અને અનુસ્‍નાતકની પદવી એનાયત કરાશે.

આણંદ –:: આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદનો ૧૮મો પદવીદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્‍યક્ષસ્‍થાને આગામી તા. ૦૨/૦૨/૨૦૨૨ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ.કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે યોજાશે. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આ પદવીદાન સમારોહમાં વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાશે.આ પદવીદાન સમારોહના મુખ્‍ય મહેમાનપદે ગાંધીનગરની રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રાધ્‍યાપક ડૉ. બિમલ એન. પટેલ ઉપસ્‍થિત રહી પદવીધારકોને દીક્ષાંત પ્રવચન આપશે. આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ યુનિવર્સિટીની કામગીરી અને સિધ્‍ધિઓની વિગતો રજૂ કરી સ્‍વાગત પ્રવચન કરશે.

આ પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્‍ચરલ ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્‍ટરનેશનલ એગ્રી, બીઝનેસ મેનેજમેન્‍ટ વિદ્યાશાખાના સ્‍નાતક અને અનુસ્‍નાતક કક્ષાના ૫૪૯ વિદ્યાર્થીઓને પદવી તથા ૨૭ તેજસ્‍વી વિદ્યાર્થીઓને કુલ ૫૮ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો તેમજ રોકડ પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે. જયારે કૃષિ યુનિવર્સિટીના સંશોધન, શિક્ષણ અને વિસ્‍તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને બેસ્‍ટ સાયન્‍ટીસ્‍ટ, બેસ્‍ટ એકસટેન્‍શન વર્કર અને બેસ્‍ટ ટીચર એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહનું વર્ચ્‍યુઅલ પ્રસારણ આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in કરવામાં આવનાર છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૮મા પદવીદાન સમારોહ સફળ થાય તે માટે આણંદ કૃષિ યુનિવર્સટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કુલસચિવશ્રી અને તેમની ટીમ તથા યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા હોવાનું આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here