Home Kheda (Anand) ખેડા જિલ્લામાં ૨ કોવિડ સેન્ટર શરુ કરાયા

ખેડા જિલ્લામાં ૨ કોવિડ સેન્ટર શરુ કરાયા

21
0

નડીયાદ– જિલ્લામા કોરોના પરિસ્થિતીને ધ્યાને લઇ દર્દીઓના આઇસોલેશન માટે અને એસીમ્પ્ટેમેટીક (લક્ષણ નહી
ધરાવતા પોઝીટીવ) દર્દીઓને અલગ રાખી શકાય તે માટે હાલ જિલ્લાના ચાર તાલુકામાં કોવિડ કેર સેન્ટર કાર્યરત છે.આરોગ્ય વિભાગની સુચનાનુસાર કોવિડ કેર સેન્ટરની હાલની કેપેસીટીમાં વધારો કરવાનો થાય છે.ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ જિલ્લાના નડીઆદ (ગ્રામ્ય) તાલુકામાં નીચે જણાવેલ સ્થળોએ તાત્કાલિક અસરથી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.૧. નડીયાદ(ગ્રામ્ય) યાત્રિક ભુવન, વડતાલ, તા. નડીયાદમાં કુલ ૫૦ બેડ ફાળવવામાં આવ્યા છે. ૨. ગળતેશ્વર કોમ્યુનિટી હોલ, થર્મલ
પાવર સ્ટેશન, તા. ગળતેશ્વરમાં કુલ ૪૦ બેડ ફાળવવામાં આવ્યા છે.


Previous articleકોરોના સામેના જંગમાં જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સધન રસીકરણ અને હોસ્‍પિટલોમાં બેડની સંખ્‍યામાં વધારો કરાયો
Next articleખેડા જિલ્‍લામાં ઓક્સિજન બેડ તથા રેમડેસિવિરનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ છે – જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here