Home Gujarat નેત્રંગમાં કોરોના સંક્રમણથી બે દિવસમાં ૪ ના મોત,અત્યાર સુધીમાં કુલ ૧૦ ના...

નેત્રંગમાં કોરોના સંક્રમણથી બે દિવસમાં ૪ ના મોત,અત્યાર સુધીમાં કુલ ૧૦ ના મોત.

115
0

ગ્રા.પંચાયતના સતાધીશો સેનેટાઇઝરનો છંટકાવ કરે તેવી માંગ.
રેફરલ હોસ્પીટલ ખાતે ૩૦ બેડ સાથે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામા આવ્યું,૨૪ બેડ ફુલ.
સ્મશાનમાં ૨ ભઠીઓ ની પ્લેટો,કથેળા તસ્કરો ચોરી જતા ભારે મુશ્કેલીઓ,

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં કોરોના તેજગતિએ આગળ વધી રહ્યો છે,અને બે દિવસના ૪ લોકોના મોત નિપજ્યા છે,જયારે અત્યાર સુધીમાં કુલ ૧૦ લોકોના મોત થયાનું જાણવા મળેલ છે,જ્યારે કોરોના સંકમિત દદીઁઓની મોટી સંખ્યા તાલુકાભરમાં હોવાનું જાણવા મળી રહયું છે,ગ્રામજનો ભયમુક્ત માહોલમાં જીવન જીવવા મજબુર બન્યા છે,નેત્રંગના ગાંધીબજાર બજાર વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં બે ભઠીઓની પ્લેટો કથેળા અજાણ્યા તસ્કરો ચોરી જતાં મૃતદેહને અગ્નિદાહ આપવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,જ્યારે રેફરલ હોસ્પીટલ ખાતે કોવીડ કેર સેન્ટર ૩૦ બેડનું શરૂ કરવામાં આવતા જ ગણતરીના કલાકોમાં ૨૪ બેડ ફુલ થઇ ગયા છે,
જેમાં નેત્રંગમાં કોરોનાએ જીવલેણ પંજો ફેલાવતા કુલ ૧૦ લોકોના મોત થયા છે.જેમાં જવાહર બજાર વિસ્તારમાં રહેતા એક પુરુષનું અમદાવાદ ખાતે,ગાંધી બજાર વિસ્તારમાં રહેતા એક વૃધ્ધ મહિલાનું સુરત ખાતે,જીનબજાર વિસ્તારમાં રહેતા એક વૃધ્ધ મહિલાનું વડોદરા ખાતે,તાલુકા સેવા સદનના વિસ્તાર રહેતા એક વૃધ્ધ મહિલાનું બારડોલી ખાતે,નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર રહેતા નિવૃત્ત ડી,વાય,એસ,પી નું અંકલેશ્વર ખાતે,લાલમંટોડી વિસ્તારમાં રહેતા એક આધેડનું અંકલેશ્વર ખાતે, નત્રંગ-ડેડીયાપાડા રોડ પર રહેતા અને નેત્રંગ જેટકો (જી,ઇ.બી)મા ફરજ બજાવતા ઓપરેટરનું ભરૂચ ખાતે,શાંતિ નગર વિસ્તારમાં રહેતા એક પુરુષનું અંકલેશ્વર ખાતે,હષઁદનગર વિસ્તારમાં રહેતા એક પુરુષનું વડોદરા ખાતે અને ગાંધીબજાર વિસ્તારમાં રહેતા ભાજપના મહિલા કાયઁકરનું નેત્રંગ ખાતે મોત થયેલ છે,આમ નેત્રંગમાં કોરોનાએ માત્ર ૨૦ દિવસના સમય ગાળા મા ૧૦ લોકોને શિકાર બનાવી મોતને ધાટ ઉતારી દીધા છે,અને નેત્રંગ ગ્રા.પંચાયતના સતાધીશો સ્મશાન ગૃહમાં નવી ભઠીઓ તાત્કાલીક મુકાવે અને સમગ્ર સ્મશાનમાં સાફ સફાઈ કરાવે તે ખાસ જરૂરી છે,
ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here