નર્મદા ડેમની સપાટી 22 મીટર વધી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના 37 સહિત 40 ડેમ સંપર્ણપણે ભરાઈ ગયા હતા. રાજ્યનો જળસંગ્રહ વધીને 64.53 ટકા થયો હતો. નર્મદા ડેમની સપાટીમાં 22 મીટર વધીને 120.54 મીટર થઈ છે. જોકે નર્મદા કેનાલ અને નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે.