South-Gujarat

ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

નોવેલ કોરોના વાયરસની ઘાતક એવી બીજી લહેરની સંક્રમણની ચેઈનને તોડવા માટે ડાંગ જિલ્લાનાં વ્યપારી એસોસિએશનનો લોકભોગ્ય નિર્ણય:-

ડાંગ જિલ્લામાં આજરોજ કલેક્ટર એન.કે.ડામોર અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આહવા અને વઘઇ વેપારી મંડળની બેઠક યોજાઇ હતી.જેમાં 21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે..


પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ જિલ્લા સેવા સદન આહવા ખાતે કલેક્ટર એન.કે.ડામોર અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આહવા અને વઘઇ વેપારી મંડળની સાથે જિલ્લાનાં હોદ્દેદારોમાં ધારાસભ્ય વિજય પટેલ અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળાબેન રાઉત તથા આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ હરિરામભાઈ રતિલાલ સાવંતનાઓની સંયુક્ત બેઠકનું આયોજન થયુ હતુ.જેમાં ડાંગ જિલ્લામાં 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડાંગ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસનાં સંક્રમણનો ફેલાવોની સાથે મુત્યુનાં કેસોમાં પણ વધારો થતા જિલ્લા પ્રશાસન દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજી 5 દિવસનાં લોકડાઉન અંગેનો નિર્ણય લીધો છે.ડાંગ કલેક્ટર તેમજ વેપારીઓ દ્વારા કોરોનાની બીજી લહેરની ઘાતક સંક્રમણની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી હોય તે માટે 5 દિવસનાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લામાં 21 એપ્રિલનાં રોજ 2 વાગ્યાથી 25 એપ્રિલ બપોરનાં 2 વાગ્યા સુધી લોકભોગ્યનાં હેતુસર જિલ્લાનાં વહીવટી તંત્રનાં દબાણ વગર વેપારી એસોસિએશન દ્વારા સ્વેછીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.આ દિવસો દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓમાં મેડિકલ સ્ટોરની દુકાનો જ સંપૂર્ણ દિવસ ચાલુ રાખવામાં આવશે.તેમજ જિલ્લામાં સવારનાં 9 વાગ્યા સુધીમાં માત્ર દૂધની દુકાનો જ ચાલુ રાખી શકાશે.ડાંગ જિલ્લામાં આહવા અને વઘઇ નગર સહિત અન્ય સ્થળોએ જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક લોકડાઉનનો પાલન નહિ કરે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેનું પણ આ મીટીંગમાં ચર્ચાયુ હતુ.ડાંગ જિલ્લામાં પ્રથમ વખત કોઈ પણ જાતનાં દાબ દબાણ વગર સરકારનાં ગાઈડલાઈનનો વેપારી એસોસિએશન દ્વારા અમલ કરી લોકભોગ્યનાં નિર્ણયને જાહેર કરતા સૌ કોઈએ તેઓનાં નિર્ણયને આવકાર્યો હતો.

(શેખર ખેરનાર ડાંગ)

Leave a Reply

Your email address will not be published.