Home Corona-live ભરૂચ જિલ્લામાં કોરોનાના ૫૬ પોઝીટીવ કેસ

ભરૂચ જિલ્લામાં કોરોનાના ૫૬ પોઝીટીવ કેસ

31
0

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.૧૯/૦૪/૨૦૨૧ રોજ ૦૪:૦૦ કલાક સુધીમાં ૫૬ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૫૩૪૭ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૧૯/૦૪/૨૦૨૧ ના રોજ ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના – ૧૪૫૨ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૫૩૪૭ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૪૧ દર્દીના મરણ થયેલ છે તથા ૩૨ વ્યક્તિઓ સાજા થતાં ૪૨૭૮ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૧૦૨૮ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
ભરૂચ જિલ્લામાં સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કુલ-૧૦૨૨ વ્યક્તિઓને રસીકરણ કરતાં આજદિન સુધી કુલ-૧૯૮૫૪૮ વ્યક્તિઓને કોવિડ-૧૯ નું રસીકરણ કરવામાં આવેલ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની રજૂઆત નું પરિણામ
Next articleરાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ માનસિક રીતે નબળા ન પડે માટે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here