Home International 6 દેશોની 41.13 લાખ સ્ક્વેર કિમી જમીન પર ચીને કબજો જમાવ્યો

6 દેશોની 41.13 લાખ સ્ક્વેર કિમી જમીન પર ચીને કબજો જમાવ્યો

263
0

શિયા અને કેનેડા બાદ સૌથી મોટા દેશના લિસ્ટમાં ચીનનો સમાવેશ થાય છે. ચીનનો કુલ વિસ્તાર ૯૭ લાખ ૬ હજાર ૯૬૧ વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે. ચીનની ૨૨ હજાર ૧૧૭ કિ.મી. લાંબી બોર્ડર ૧૪ દેશો સાથે જોડાયેલી છે, જેથી સૌથી વધારે દેશો સાથે બોર્ડર ધરાવતા દેશોમાં ચીન પ્રથમ છે, જેના લીધે ચીનમાં એક કરતાં વધારે દેશો સાથે સીમાવિવાદ ચાલી રહ્યો છે. ચીનના નકશામાં ૬ દેશ પૂર્વી તુર્કિસ્તાન, તિબેટ, ઈનર મોંગોલિયા અથવા દક્ષિણ મોંગોલિયા, તાઈવાન, હોંગકોંગ અને મકાઉ જેવા દેશ દેખાય છે, જે દેશો પર ચીન પોતાનું આધિપત્ય જમાવીને બેઠું છે અને તેમાં પોતાનો ભાગ બતાવી રહ્યું છે. આ દરેક દેશોનો કુલ વિસ્તાર ૪૧ લાખ ૧૩ હજાર ૭૦૯ વર્ગ કિ.મી.થી વધારે છે, જે ચીનના કુલ વિસ્તારનો ૪૩% છે.
સ્વિટ્ઝર્લેન્ડના કુલ વિસ્તાર કરતાં પણ વધારે ભારતની જમીન ચીને પડાવી લીધી
આ વર્ષે ૧૧ માર્ચે લોકસભામાં આપવામાં આવેલ જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને જણાવ્યું હતંચ કે, ચીન અરુણાચલપ્રદેશના ૯૦ હજાર સ્ક્વેર કિમીના વિસ્તારમાં પોતાની દાવેદારી કરી રહ્યું છે. જોકે લદ્દાખનો આશરે ૩૮ હજાર સ્ક્વેર કિમીનો વિસ્તાર ચીનના હસ્તકમાં છે. આ ઉપરાંત ૨ માર્ચ ૧૯૬૩એ ચીન-પાકિસ્તાન વચ્ચે કરવામાં આવેલ કરાર મુજબ પાકિસ્તાને પીઓકેનો ૫ હજાર ૧૮૦ સ્ક્વેર કિમી વિસ્તાર ચીનને આપી દીધો હતો. અનુમાન લગાવીએ તો જેટલો વિસ્તાર સ્વિટ્ઝરલેન્ડનો નથી તેનાથી પણ વધારે વિસ્તારમાં ચીન ભારતના વિસ્તાર પર પોતાનો કબજો જમાવીને બેઠું છે. ચીને ભારતના કુલ ૪૩ હજાર ૧૮૦ સ્ક્વેર કિમી પર કબજો જમાવ્યો છે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડનો વિસ્તાર ૪૧ હજાર ૨૮૫ સ્ક્વેર કિમી છે.
સીમાઓની સાથે સમુદ્રમાં પણ ચીન પોતાનો દાવો માંડી રહ્યું છે : દરિયામાં પણ સામ્રાજ્ય વિકસાવી દીધું
૧૯૪૯માં કોમ્યુનિસ્ટ સરકાર બન્યા બાદથી ચીન બીજા દેશોના વિસ્તારમાં પોતાનું આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનની બોર્ડરો ૧૪ દેશો સાથે જોડાયેલી છે, તેમ છતાં એક રિપોર્ટ અનુસાર ચીન ૨૩ દેશોમાં પોતાનો ભાગ હોવાનું જણાવે છે. આ ઉપરાંત ચીન દક્ષિણી ચીન સમુદ્રમાં પણ પોતાનો હક જમાવી રહ્યું છે. ઇન્ડોનેશિયા અને વિયેતનામની વચ્ચે આવેલ આ સમુદ્ર ૩૫ લાખ સ્ક્વેર કિમીમાં ફેલાયેલો છે. આ સાગર ઇન્ડોનેશિયા, ચીન, ફિલિપિન્સ, વિયેતનામ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઈથી ઘેરાયેલો છે. આ સમુદ્ર પર ઇન્ડોનેશિયા સિવાય અન્ય ૬ દેશો પોતાનો હોવાનો દાવો માંડી રહ્યા છે. થોડાં વર્ષો પહેલાં આ સમુદ્ર અંગે ઘણાં ઘર્ષણો ચાલ્યાં હતાં, પણ આશરે ૫ વર્ષ પહેલાં ચીન સમુદ્રમાં ખોદકામ કરતા જહાજ, ઈંટ અને રેતી લઈને દક્ષિણી ચીન સમુદ્રમાં પહોંચ્યું હતું. પહેલાં ત્યાં એક નાનો સમુદ્રી પટ્ટો બંદરગાહ પર બનાવવામાં આવ્યો હતો, જ્યાં ચીને કૃત્રિમ ટાપુ તૈયાર કરીને ત્યાં સેનાની છાવણી બનાવી દીધી છે. ચીને દાવો કર્યો કે દક્ષિણી ચીન સમુદ્રથી તેનો સંબંધ ૨ હજાર વર્ષોથી પણ જૂનો છે.
પૂર્વી તુર્કિસ્તાન 
ચીને પૂર્વી તુર્કિસ્તાન પર ૧૯૪૯માં આધિપત્ય જમાવ્યું હતું. ચીન જેને શિનજિયાંગ પ્રાંત બતાવે છે. ત્યાંની કુલ વસતીમાં ૪૫% ઉઇઘુર મુસ્લિમ છે, જ્યારે ૪૦% હાન ચીની છે. ઉઇઘુર મુસ્લિમ મૂળ તુર્કીના માનવામાં આવે છે. ચીને તિબેટની જે શિનજિયાંગને પણ સ્વાયત્ત ક્ષેત્ર જાહેર કર્યું છે.
તિબેટ  
૨૩ મે ૧૯૫૦માં ચીનના હજારો સૈનિકોએ તિબેટ પર હુમલો કરીને તેના પર કબજો જમાવ્યો હતો. પૂર્વી તુર્કિસ્તાન બાદ તિબેટ, ચીનનો બીજો સૌથી મોટો પ્રાંત છે. જ્યાંની વસતીમાં ૭૮% બૌદ્ધ લોકો છે. ૧૯૫૯માં ચીને તિબેટ ધર્મગુરુ દલાઈ લામાને પકડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ ભારતની શરણે આવ્યા.
દક્ષિણી મોંગોલિયા
બીજા વિશ્વયુદ્ધ બાદ ચીને ઈનર મોંગોલિયા પર કબજો કરી લીધો હતો. ૧૯૪૭માં ચીને તેને સ્વાયત્ત ઘોષિત કર્યું. વિસ્તારની દૃષ્ટિએ ઈનર મોંગોલિયા ચીનનું ત્રીજું સૌથી મોટું સબ-ડિવિઝન છે. અહીંયા ચીની ભાષા બોલતા અને તેનું સમર્થન કરનારા લોકોની સંખ્યા પણ વધારે હોવાનું મનાય છે.
તાઇવાન 
ચીન અને તાઇવાન વચ્ચે જુદા પ્રકારના સંબંધો છે. ૧૯૧૧માં ચીનમાં કોમિંગતાંગની સરકાર આવી. ૧૯૪૯માં ત્યાં ગૃહયુદ્ધ સર્જાયું અને માઓ ત્સે તુંગનાં નેતૃત્વમાં કોમ્યુનિસ્ટોએ કોમિંગતાંગની પાર્ટીને હરાવી. હાર બાદ કોમિંગતાંગ તાઇવાન જતો રહ્યો.
હોંગકોંગ 
હોંગકોંગ પહેલાં ચીનનો ભાગ હતો, પણ ૧૮૪૨માં બ્રિટિશરો સાથે થયેલ યુદ્ધમાં ચીને તેને ગુમાવી દીધો હતો.૧૯૯૭માં બ્રિટને ચીનને હોંગકોંગ પરત સોંપી દીધું, પણ તેની સાથે વન કંટ્રી ટૂ સિસ્ટમનો કરાર કરાયો. જેના લીધે ચીન હોંગકોંગને આગામી ૫૦ વર્ષ સુધી રાજકીય સ્વતંત્રતા આપવા સહમત થયું હતું.
મકાઉ
મકાઉ પર આશરે ૪૫૦ વર્ષો સુધી પોર્ટુગીઝોનું આધિપત્ય રહ્યું. ડિસેમ્બર ૧૯૯૯માં પોર્ટુગીઝોએ તેને ચીનને સોંપી દીધું. મકાઉ ચીનને સોંપતી વખતે હોંગકોંગની સાથે કરવામાં આવેલ કરાર કરવામાં આવ્યો હતો. જેથી હોંગકોંગની જેમ મકાઉને પણ ચીને ૫૦ વર્ષ સુધી રાજકીય સ્વતંત્રતા આપી છે.
WTOના નિયમોનો ઉપયોગ કરી ચીનને રોકી શકાય
હકિકત એ છે કે ચીની ડ્રેગોનને રોકવો મુશ્કેલ છે. નિષ્ણાંતો કહે છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO ના નિયમ ભારતને પોતાના સેક્ટરમાં લાભ કરાવે એવા છે. ઉદાહરણ તરીકે જોઇએ તો ભારત નોન ટેરિફ બેરિયર્સ હેઠળ ગુણવત્તાના ધારાધોરણનો ચીનના ૩૦૦ ઉત્પાદન સામે ઉપયોગ કરી શકે છે. હાલમાં જ ચીને ભારતની ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશને રોક્યો હતો, તો ભારતે WTOના નિયમનો ઉપયોગ કરીને ચીનની કંપની સામે એવા જ પગલાં લીધા હતા. પરંતુ શું એવા પગલાં ભરી શકાય એમ છે ખરા ?
પહેલાં ભારતીય ઉત્પાદન વધારો પછી ચીનને રોકો
RIS ના પ્રોફેસર પ્રબિર ડે માને છે કે, ભારતીય કંપનીઓને તેમની ચીજો બજારમાં મૂકવામાં સમય જશે. જો અત્યારે તત્કાળ ચીનની આયાત બંધ કરી દેવાય તો તેની અસર આપણા ઉપર જ પડે એમ છે. વળી ચીનના ઉત્પાદનને કારણે વ્યાપારી બનેલા કેટલાય ઉત્પાદકો તત્કાળ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દેશે કે કેમ એ પણ સવાલ છે. ભારતીય ઉત્પાદકો તત્કાળ ચીનની મશીનરી અને બીજો સામાન તત્કાળ બનાવી શકે એમ નથી. અમેરિકા અને યુરોપના ઉત્પાદન કરતાં ચીનના ઉત્પાદન સસ્તા છે.
લાંબાગાળાની બ્લૂ પ્રિન્ટ જ લાભકારી
ભારતમાં ૧૦૦ કરતાં વધુ કંપનીઓ અનેક સેક્ટરમાં કામ કરે છે, ત્યારે ભારત પોતાની ઉત્પાદક ક્ષમતા વધારી શકે નહીં ત્યાં સુધી ચીનની રોકાણને સરળતાથી લેવું જોઇએ. લાંબાગાળાની બ્લુ પ્રિન્ટ વધુ ઉપયોગી થાય એમ છે. ખરેખર તો ચીનના રોકાણ સામે બાથ ભીડવા માટે આ સમય યોગ્ય નથી. વૈશ્વિક ઇકોનોમી મોટી અનિશ્ચિતતા વચ્ચે છે. આ વર્ષે કોવિડને પગલે ઇકોનોમીઓ દબાણ હેઠળ છે. એ સજોગોમાં સરહદનું તણાવ વધવા દેવાય તો તે ભારત અને ચીન, બંનેને નુકશાન કરશે.
ચીનના  વિદેશી પોર્ટફેલિયો રોકાણ ઉપર નિયંત્રણ મૂકી શકાય । ચીન સામે વિદેશી પોર્ટફેલિયો રોકાણને સીમિત કરી શકાય એ દિશામાં પણ વિચારણા થઇ રહી છે. સેબી અને નાણાં મંત્રાલયમાંના ઇકોનોમિક અફેર્સ વિભાગ એ અંગે કામ કરી રહ્યા છે. નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ અંગે પગલાં ભરી શકાય છે. એમ તો ૧૨ મી એપ્રિલે ભારતની એચડીએફ્સી ફયનાન્સ કોર્પ.ના મોટા પાયે શેર ખરીદીને પોતાની હિસ્સેદારી ૦.૮ ટકાથી વધારીને ૧.૦૧ ટકા કરી દીધા બાદ ભારતે ૧૮મી એપ્રિલે વિદેશી સીધા રોકાણ માટેની નીતિમાં સુધારો કરીને તેમાં ચીનના રોકાણ માટે સરકારની મંજુરી જરૂરી હોવાનો એક નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. એ નિયમ સાથે ચીન સરકારને બાજુએ રાખીને આડેધડ ભારતીય કંપનીઓમાં રોકાણ કરી શકે નહીં.
ચીન સામે ભારતના સૈન્ય વિકલ્પ કયા ?


  1. સીમિત સૈન્ય એક્શન । ચીનના વિદેશમંત્રી લાંગ યી સાથેની ભારતીય વિદેશમંત્રીની ૧૭મી જૂનની વાતચીત પ્રજાના મૂડને પ્રર્દિશત કરે છે. તેમાં ગાલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પરનો હુમલો પૂર્વયોજિત હોવાનું કહેવાયું હતું, તેના પરથી એવા પણ નિર્દેશ મળે છે કે, હજુ રાજદ્વારી પ્રયાસ પણ હજુ સક્રિય છે. જો કે એમ પણ કહેવાય છે કે બંધબારણે સીમિત સૈન્ય પગલાં ઉપર પણ વિચારણા થઇ રહી છે. જો ૧૫ અને ૧૬ જુનની ઘટનાઓ પરથી એક વાત નિશ્ચિત થઇ જાય છે કે ચીને ગાલવાન ઘાટીને પોતાના કબજા હેઠળની ગણાવતા ચીનનું વલણ વધુ અક્કડ થયું છે અને તેને પગલે વધુ રાજદ્વારી મંત્રણામાં અવરોધ પેદા થઇ શકે છે. આ સંજોગોમાં ભારતનું સૈન્ય એક સંકલિત રીતે આૃર્યચકિત કરી દે એ રીતે મોટા પાયાનું પરંપરાગત ઓપરેશન પાર પાડી શકે.
  2. સૈન્ય-રાજદ્વારી પગલા । ભારત ઓસ્ટ્રેલયા શિખર મંત્રણાને ધ્યાનમાં રાખીને સૂત્ર કહે છે કે ભારત, અમેરિકા અને જાપાનની વાર્ષિક કવાયતમાં ઓસ્ટ્રેલિયા પણ સામેલ થઇ શકે છે. ચીનને ધ્યાનમાં રાખીને નૌસૈન્ય મોરચો રચવાની દિશામાં એક પગલું બની શકે છે. યાદ રહે કે ૧૯૭૧માં બાંગ્લાદેશ યુદ્ધ વખતે અમેરિકા, પાકિસ્તાન અને ચીનની ધરી સામે ભારતે સોવિયેત સંઘ સાથે એક વિશેષ સંધિ કરી હતી, એવો નિર્ણય પણ ભારત આ વખતે અમેરિકા સાથે જાહેર કરી શકે છે. આ પ્રકારની હિલચાલ ઘણી રીતે ચીન સામે હિંમતભર્યું પગલું ગણાશે. ચીન સાથેના સંઘર્ષમાં આગળ વધવા સાથે તેમાં અમેરિકા પણ સામેલ થઇ જાય એવું જોખમ રહેલું છે. અમેરિકા સાથે આંદામાન સમુદ્રમાં બંને દેશના નૌસૈન્ય ચીનના મલાક્કા પાયધૂનીમાં ચીનના જહાજને જોખમમાં મૂકી દઇ શકે.
  3. કોવર્ટ વિકલ્પ । ભારત ચીન સામે કોવર્ટ એક્શન લઇ શકે છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ચીનના હિત ઉપર પગલાં ભરી શકે. એ ઉપરાંત ઝિન્જિઆંગ અને તિબેટમાં એ પ્રકારના પગલાં ભરી શકાય તો તે ચીનને પરેશાન કરી શકે. પરંતુ બદલામાં ચીન પણ પૂર્વોત્તરમાં અલગતાવાદીઓને મદદ કરીને અજંપો ઊભો કરી શકે છે. બલૂચીઓ દ્વારા પાકિસ્તાનમાં ચીનના હિત સામે પગલાં ભરવા જતાં જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ વધી જાય અને અફ્ઘાનિસ્તાનમાં ભારતની હાજરીને જોખમ ઊભું થઇ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here