અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરનારા એક જ પરિવારના 4 સભ્યોના કાતિલ ઠંડીમાં થીજી જવાથી મૃત્યુંના અહેવાલ બાદ અન્ય 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. આ તમામ લોકો ગાંધીનગર, કલોલ અને માણસાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગેરકાયદે ઘૂસણખોરી કરતા પકડાયલા લોકો

પટેલ મહેશભાઈ
પટેલ અર્પિત
પટેલ સુજિત
પટેલ પ્રિન્સ
પટેલ યશ
ધોબી વર્શિલ
ચૌધરી પ્રિયંકા
ફ્લોરિડાના એજન્ટની ધરપકડ
એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવતા ઘૂસણખોરી મામલે તપાસ દરમિયાન ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટે ઝડપી પાડવામાં આવ્યો છે.
આ શક્સ ભારતીયોને ગેરકાયદે ઘૂસાડવામાં સામેલ હોવાની આશંકા છે. કેનેડા પોલીસ તપાસમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે એવી શક્યતા છે.
કેનેડાના પીએમે વ્યક્ત કર્યું દુઃખ
આ મામલે જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યુ કે, આ એક હેરાન કરી દેનારી ઘટના છે. એક પરિવારને આ રીતે મરતા જોવું એ ખરેખર દુઃખની વાત છે. આનાથી વધારે ખરાબ બાબત તો એ છે કે તેઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને માનવ તસ્કરીને અંજામ આપવો. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે લોકો અનિયમિત અને ગેરકાયેદસર રીતે સરહદ પાર કરનારને રોકવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ આમ કરવામાં મોટું જોખમ છે તે પણ અમે જાણીએ છીએ.