Home India ઉત્તરાખંડમાં 3 દિવસમાં ભારે વરસાદને લીધે 72 લોકોના મોત: 26 ઘાયલ:4 લોકો...

ઉત્તરાખંડમાં 3 દિવસમાં ભારે વરસાદને લીધે 72 લોકોના મોત: 26 ઘાયલ:4 લોકો લાપતા

81
0

ઉત્તરાખંડમાં 3 દિવસમાં કુલ 72 લોકોના મોત થયા છે,ઉત્તરાખંડ સરકારના રિપોર્ટમાં નુકસાનના આંકડા મુજબ હોનારત દરમિયાન રાજ્યમાં 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન બનેલી ઘટનાઓમાં કુલ 72 લોકોના મોત થયા છે. 26 ઘાયલ અને 4 ગુમ થયા છે. જયારે 224 ઘરને નુકસાન થયું છે. હજું પણ બચાવ કાર્ય ચાલુ છે.


આ દરમિયાન રવિવારે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે તડકો જોવા મળ્યો તો સાંજે બરફ વર્ષા શરુ થઈ છે. વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. બદરીનાથ અને કેદારનાથના પહાડો પર બરફ દેખાઈ રહ્યો છે. યમુનોત્રી ઘામમાં સિઝનનો પહેલો વરસાદ થયો છે. ગંગોત્રીની ઉંચી ચોટી પણ બરફથી ઢંકાયેલી છે.


Previous articleરસીકરણ પછી મોદીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ઉજવણી કરવી જોઈએ, ચિદમ્બરમે કેન્દ્ર પર નિશાન સાધ્યું
Next articleહવે ફૈઝાબાદ ૨ેલ્વે સ્ટેશનનું નામ બદલાયું : અયોધ્યા કેન્ટ થયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here