Home Kheda (Anand) ખેડા જિલ્‍લા પંચાયત, નડિયાદ ખાતે ૭૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ

ખેડા જિલ્‍લા પંચાયત, નડિયાદ ખાતે ૭૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ

96
0

ખેડા જિલ્‍લા પંચાયત, નડિયાદ ખાતે ૭૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ દેશના મહાન નેતાઓના સામર્થ અને નવયુવાનોના બલિદાનના રક્તથી સિંચાઇને દેશને આઝાદી મળી છે – પ્રમુખશ્રી નયનાબેન પટેલ


આજે ખેડા જિલ્‍લા પંચાયતના પટાગણમાં ભારતીય ગણતંત્રના ૭૩મા પ્રજાસત્તાક દિનની જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલના હસ્‍તે ત્રિરંગો ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. મહાત્‍મા ગાંધી, સરદાર વલ્‍લભભાઇ પટેલ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ જેવા દેશના સામર્થ નેતાઓ અને ભગતસિંહ, ખુદીરામ બોઝ જેવા નવયુવાનોના બલિદાનથી દેશને આઝાદી મળી છે. તેમ જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ત્રિરંગો લહેરાવી ઉદબોધન કરતાં જણાવ્‍યું હતું.


આ પ્રસંગે તેઓશ્રીએ ૭૩મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્‍છા પાઠવી જિલ્‍લા પંચાયત દ્વારા અમલી વિવિધ પ્રજાકીય યોજનાઓની માહિતી આપતા જણાવ્‍યું કે દેશના વિકાસના માટે શિક્ષણ ખૂબ જ અગત્‍યનું છે. શિક્ષણ થકી જ દેશનો વિકાસ શક્ય છે. ખેડા જિલ્‍લામાં છેલ્‍લા પાંચ વર્ષમાં શાળાનો ડ્રોપ આઉટ રેશીયો ૪.૮૦ થી ઘટીને ૨૦૨૦-૨૧ માં ૧.૦૧ સુધી લઇ જવામાં આવેલ છે. આપણે કુપોષણ, જ્ઞાતિવાદ સામે લડવાનું છે. ભ્રષ્‍ટાચાર, સગાવાદ, ગરીબી અને બેરોજગારીને મીટાવી નવા ભારતનું નિર્માણ કરવાનું છે. ૧૫મા કેન્‍દ્રીય નાણાંપંચ હેઠળ ખેડા જિલ્‍લાના વિકાસના કામો માટે સરકારશ્રી તરફથી રૂા. ૨૦૦૦-૦૦ લાખના કામોની મંજૂરી મળી છે. તેમ તેઓશ્રીએ ઉમેર્યુ હતું. ખેડા જિલ્‍લાએ ૯૭ ટકા વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરેલ છે. બીજા ડોઝની પાત્રતા ધરાવતા પૈકી ૯૯ ટકાને બીજા ડોઝ આપી દેવામાં આવેલ છે. બુસ્‍ટર ડોઝમાં ૨૮૦૦૦ વ્‍યક્તિઓને આપી દેવામાં આવેલ છે. જ્યારે ૧૫ થી ૧૭ વર્ષની ઉંમરના ૮૮,૦૦૦ બાળકોને કોવીડ રસીકરણ કરી સુરક્ષીત કરેલ છે. તેઓશ્રીએ કોરોના મહામારીથી બચવા સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ જાળવવા, સેનીટાઇઝર અને માસ્‍કનો ઉપયોગ કરવા તેમજ જેઓએ વેકસીનનો બીજો ડોઝ કે બુસ્‍ટર ડોઝ બાકી હોય તેઓને લઇ લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી, જિલ્‍લા આરોગ્‍ય અધિકારી સહિત પંચાયતની વિવિધ શાખાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here