Home Kheda (Anand) નેચર હેલ્પ ફાઉન્ડેશન ઘ્વારા 8.9 ફૂટનો મગર પકડાયો સાંઢેલી પાસે આવેલ નર્મદા...

નેચર હેલ્પ ફાઉન્ડેશન ઘ્વારા 8.9 ફૂટનો મગર પકડાયો સાંઢેલી પાસે આવેલ નર્મદા કેનાલ પાસે

74
0

રોડ પર એક મગર હતો ઠાસરા પોલીસ સ્ટેશનની ગાડી પેટ્રોલિંગ દરમિયાન નીકળી હતી ત્યારે રોડ પર મગર જોયો હતો હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડા ઘ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશન ના ડાકોર હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી. સંસ્થામાંથી સ્વયંસેવક મિત્રો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાધનોથી સજ્જ થઈ ઘટના સ્થળે પહોંચ્યા.
લગભગ ૫૦ મીનીટ ની જહેમત બાદ મગર ને ગાળિયા ની મદદથી પાંજરે પૂર્યો હતો. મગરની લંબાઈ 8.9ફૂટ હતી તથા વજન 100કિલો હતું.
સંસ્થાના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશન માં જીગ્નેશ પંડ્યા, શિવમ્ જોશી, અમિત ભોઈ, અક્ષય ભોઈ, રાજુભાઈ સેવક તથા forest ડિપાર્ટમેન્ટ માંથી કમલેશભાઈ ભરવાડ, અનિલભાઈ પટેલ તથા સ્ટાફ ની મુખ્ય કામગીરી હતી. મગર માઈગ્રેસન રૂટ માં રોડ પર ફસાઈ ગયો હતો મગર ઘ્વારા કોઈને નુકશાન પહોંચાડવા માં આવતું નથી સિવાય એને છંછેડવા માં આવે તો.
સ્વયંસેવક મિત્રો ઘ્વારા ગ્રામ જનો ને મગરથી કેવી રીતે સુરક્ષિત રહેવું તથા મગર ને કેવી રીતે સુરક્ષિત રખાય તે અંગે ની માહિતી પૂરી પાડવામાં આવી હતી મગરને એના પ્રાકૃતિક નિવાસમાં પુનરવસવાટ માટે મુક્ત કરવામાં આવ્યો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here