Home South-Gujarat અંકલેશ્વર ના સંજાલી ગામે ૨૨ વર્ષીય યુવતીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો

અંકલેશ્વર ના સંજાલી ગામે ૨૨ વર્ષીય યુવતીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો

24
0

છત્તીસગઢ ની ૨૨ વર્ષીય યુવતી પરિવાર સાથે રહેતી હતી
અંકલેશ્વર તાલુકા ના સંજાલી ગામે છત્તીસગઢ ની ૨૨ વર્ષીય યુવતીએ કોઈક અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગાલે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના પાનોલી જીઆઇડીસી પાસે આવેલ સંજાલી ગામ ખાતે રહેતા અને મૂળ છત્તીસગઢ ના પુરાનીક રામ ગરીબ રામ સાહુ ની ૨૨ વર્ષીય પુત્રી પ્રીતિ પોતાના ધરે એકલી હતી તે દરમ્યાન કોઈ કારણોસર છત ના પંખા ના હુક સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવાર ના સભ્યો મોડી સાંજે ધરે પરત ફરતા ધર નો દરવાજો ખોલવાની કોશિષ કરતા ખુલ્યો ન હતો અને દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા પુત્રી એ ફાંસો લગાવી આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી જે અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતાં તાલુકા પોલીસે પ્રીતિ ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર બસ ડેપો પાસે એક અજાણ્યા ૪૦ વર્ષીય ઈસમ નો મૃતદેહ મળ્યો
Next articleઅંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને અડફેટમાં લેતા મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here