Home International ચીનમાં એક 29 વર્ષના બો નામના વ્યક્તિની ધરપકડ કરી લેવાઇ છે,.

ચીનમાં એક 29 વર્ષના બો નામના વ્યક્તિની ધરપકડ કરી લેવાઇ છે,.

74
0

ડ્રગ્સ લેવું કેટલાંક લોકો માટે ઘણું મોંઘુ સાબિત થઇ શકે છે પરંતુ ચીન (China) માં એક શખ્સ દ્વારા ડ્રગ્સ લેવું કેટલાંય લોકો માટે ફાયદાનો સોદો સાબિત થઇ ગયો. વાત એમ છે કે ચીનમાં એક 29 વર્ષના બો નામના વ્યક્તિની ધરપકડ કરી લેવાઇ છે કારણ કે બો એ મેથ નામનું ડ્રગ્સ લીધા બાદ પોતાની અગાસીમાંથી નાણાં બહાર ઉડાડવા લાગ્યો.
લોકલ મીડિયા (Local Media) ના મતે આકાશ (Sky)માંથી પૈસાનો વરસાદ થતાં ટ્રાફિક (Traffic) થોભી ગયો અને ભીડની વચ્ચે કેશ ઉઠાવવા માટે હોડ લાગી. પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે અને તેના પર નાર્કોટિક્સ એબ્યુઝની અંતર્ગત કેસ દાખલ કરાયો છે.
આ ઘટના દક્ષિણ પશ્ચિમી ચીનમાં આવેલા શાપિંગ્બામાં થોડાંક દિવસ પહેલાં બની હતી. ચીનના ટ્વિટર જૈસી કંટ્રોલ્ડ માઇક્રોબ્લોગિંગ સર્વિસ વાઇબો પર ચીનની પોલીસે લખ્યું કે – બપોરના લગભગ દોઢ વાગ્યે 29 વર્ષના શાપિંગ્બા જિલ્લાના શખ્સ બો એ પોતાના ઘરમાં મેથ ડ્રગનો ઉપયોગ કર્યો અને પછી તેની અસરમાં પોતાની અગાસીમાંથી નીચે પૈસા ફેંકવા લાગ્યો.
બો પોતાના 30મા ફ્લોરના એપાર્ટમેન્ટમાંથી આ પૈસાને ફેંકી રહ્યો હતો. આકાશમાંથી પૈસાનો વરસાદ થતો જોઇ રાહદારી વીડિયો બનાવા લાગ્યા. ત્યારબાદ પોલીસને આ ઘટના અંગે જાણ કરાઇ. પ્રશાસનને જોકે એ વાતનો ખુલાસો કર્યો નથી કે બો એ કેટલા પૈસા પોતાની બાલકનીમાંથી નીચે ફેંકયા હતા. આશા છે કે જે લોકોએ બો દ્વારા ફેંકેલા પૈસા ઉઠાવ્યા હતા હતા તે તેને પાછા આપી દેશે પરંતુ હજી સુધી આ કેસમાં પોલીસે પબ્લિકને સત્તાવાર રીતે કોઇ રિકવેસ્ટ કરી નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here