Home Crime દ્વારકા તાલુકાના વરવાળા ગામે સોમવારે 36 વર્ષના યુવકનો રાત્રીના આગાસી ઉપર સુતો...

દ્વારકા તાલુકાના વરવાળા ગામે સોમવારે 36 વર્ષના યુવકનો રાત્રીના આગાસી ઉપર સુતો હતો ત્યારે 30 કિલો વજનનો પથ્થર મારી હત્યા કરવામા આવી હતી…

22
0

દ્વારકા તાલુકાના વરવાળા ગામે સોમવારે 36 વર્ષના યુવકનો રાત્રીના આગાસી ઉપર સુતો હતો ત્યારે 30 કિલો વજનનો પથ્થર મારી હત્યા કરવામા આવી હતી. આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે. મૃતકની પત્નીએ પતિને ભોજનમાં ઘેનની ગોળી ખવડાવી પ્રેમીના હાથે પતિને કાયમ માટે પોઢાઢી દીધો હતો. હોય ત્યારે મોટા પથ્થરનો ઘા મારી કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દ્વારકાના વરવાળા ગામે ભાડાના મકાનમાં રહેતા અને મજુરીનું કામ કરતા 36 વર્ષના યુવક અરવિંદ વરજાંગભાઈ અસ્વાર અગાસી ઉપર સુતા હતો અને તેની પત્ની અને બે બાળકો નીચે રૂમમાં સુતા હતા ત્યારે અગાસી ઉપર સુતેલા અરવિંદભાઈ અસ્વારની રાત્રે માથાના ભાગે પથ્થર મારી કોઈ અજાણ્યા ઇસમે હત્યા નિપજ્યા હોવાનો ગુન્હો દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
આ બાબતે જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને એસ.ઓ.જી. ટિમ દ્વારા તપાસ હાથ ધરી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યો હતો. દ્વારકા એસ.ઓ.જીના એ.એસ.આઈ મહમદ બ્લોચ અને પો.કોન્સ ધમભા જાડેજાને મળેલ બાતમીના આધારે અરવિંદભાઈના પત્નીએ ખંભાળિયા રહેતા તેમના પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળ્યુ હોવાનું જાણવા મળતા આ બાબતે ડી.વાય.એસ.પી. હિતેન્દ્ર ચૌધરી, એસ.ઓ.જી પી.આઈ જે.એમ.પટેલ, એલ.સી.બી પી.આઈ. ચાવડા અને દ્વારકા પી.આઈ.ગઢવી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા અરવિંદભાઈના પત્ની પૂનમબેનને પુછપરછ કરતા સમગ્ર હકીકત કબુલતા મામલો સામે આવ્યો હતો.
પૂનમબેન ખંભાળિયા ખાતે આવેલ શિવ ગેસ્ટ હાઉસ પાછળ રહેતા એજાજભાઈ કાસમભાઈ ગજ્જણ ઉવ.22 સાથે પ્રેમ સબંધ હોય અને મૃતક પતિ અરવિંદભાઈ બન્નેની વચ્ચે નડતરૂપ હોય જેથી બન્નેએ એક સાથે મળીને મોતને ઘાટ ઉતારવાનું આયોજન કરીને રાત્રી દરમ્યાન અરવિંદભાઈને જમવામા પત્ની પૂનમબેનએ ઉઘની ગોળીઓ ખવડાવીને પ્રેમી એજાજ ગજ્જણને રાત્રી દરમ્યાન બોલાવી ને અગાસી ઉપર પડેલ મોટો પથ્થર માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારવાનું કબુલ્યું હતું.
આરોપી એજાજએ પોતાની પ્રેમિકા સાથે મળી પ્રેમીકાના પતિને મોતના ઘાટ ઉતાર્યાનું કબૂલાત આપતા આ ચકચારી હત્યાના પ્રકરણનો ભેદ ઉકેલાયો હતો પોલીસે આરોપીઓની અટક કરી તેમના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Previous articleઅમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણીના સ્ત્રોતની શોધ કરી છે….
Next articleગુજરાત કોંગ્રેસનું સંગઠન હવે પેટાચૂંટણી બાદ જાહેર થશે તેવા એંધાણ મળી રહ્યા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here