Home South-Gujarat વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીખલા ગામનાં 54 વર્ષીય આધેડ પૂર્ણા નદીમાં નાહવા ઉતરતા...

વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીખલા ગામનાં 54 વર્ષીય આધેડ પૂર્ણા નદીમાં નાહવા ઉતરતા તેનુ ડૂબી જવાથી મોત

24
0

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીખલા ગામનાં 54 વર્ષીય આધેડ પૂર્ણા નદીમાં નાહવા ઉતરતા તેનુ ડૂબી જવાથી મોત નિપજતા વઘઇ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી…

પ્રાપ્ત વિભાગ અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીખલા ગામનાં આધેડ નામે છગનભાઈ બજલભાઈ ચૌધરી બે દિવસ પૂર્વે પોતાના પાડાઓ લઈ ઘાસ ચરાવવા માટે પૂર્ણા નદીનાં કિનારે ગયેલ હતા.જ્યાં પોતાના કપડા ઉતારી પૂર્ણા નદીનાં ઊંડા પાણીમાં ન્હાવા માટે ઉતર્યા હતા.અહી પૂર્ણા નદીનાં ઊંડા પાણીનાં લીલમાં આ આધેડનાં પગ કાદવમાં ફસાઈ જતા તેનું ડૂબી જવાથી મોત નીપજ્યુ હતુ.આ આધેડની પરિવારજનોએ તપાસ કરતા આ આધેડ મળ્યો ન હતો.બાદમાં આ આધેડની લાશ પૂર્ણા નદીમાં તરતી જોવા મળતા ગ્રામજનોએ આ લાશને પાણીમાંથી બહાર બહાર કાઢી વઘઇ સી.એચ.સીમાં પી.એમનાં અર્થે ખસેડી હતી.હાલમાં વઘઇ પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
શેખર ખેરનાર ડાંગ


Previous articleસાપુતારા નવાગામને અડીને કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલ સિંચાઈ વિભાગનાં તળાવમાં સંગ્રહ કરાયેલ પાણીને છોડી દેવાતા અનેક તર્ક વિતર્ક
Next articleડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં સી.આઈ.ડી.ક્રાઇમ વિભાગમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા રતનભાઈ હડશનું ગત રોજ રાત્રીનાં અરસામાં હૃદયરોગનાં હુમલામાં આકસ્મિક નિધન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here