GUJARAT

રાજકોટમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત.

રાજકોટ માં મંગળવારે મોડી રાત્રે BMW કાર (BMW CAR) અને બાઈક (BIKE) વચ્ચે અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માત (Accident)માં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. BMW કાર ચાલક તબીબ લક્કીરાજ અકવાલિયાની હાલ અટકાયત કરવામાં આવી છે. લક્કીરાજ અકવાલિયા (Lakkiraj Akwalia) નશાની હાલતમાં BMW કાર ચલાવતો હોવાનો સામે આવ્યું છે. થોરાળા પોલીસે (Thorala police) અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં (Rajkot) મંગળવારે મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ડોકટર નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે લક્કીરાજની અટકાયત કરી દીધી છે. પરંતુ આ અકસ્માતમાં 45 વર્ષીય જયંતિભાઇ રાઠોડનું મોત થયું છે. 45 વર્ષીય જયંતિભાઇ રાઠોડ થોરાળા વિસ્તારમાં રહે છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં મોડી રાતે BMW કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક જયંતિભાઇ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

Leave a Reply

Your email address will not be published.