Home Gujarat અમદાવાદ શહેરના અખબારનગર અંડરપાસમાં BRTS બસને ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અમદાવાદ શહેરના અખબારનગર અંડરપાસમાં BRTS બસને ગમખ્વાર અકસ્માત સર્જાયો.

21
0

અમદાવાદ માં ફરી એકવાર BRTS બસનો આંતક સામે આવ્યો છે. શહેરના અખબારનગર અંડરપાસમાં BRTS બસને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે BRTS બસના ડ્રાઈવરે અંડરપાસમાં સંતુલન ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. અખબારનગર અન્ડરબ્રિજના પિલ્લર સાથે આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. જેને પગલે પાંચ લોકોને ઈજા પહોંચી છે. આ પાંચ ઈજાગ્રસ્તોમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે અમદાવાદના અખબારનગર અંડરપાસમાં BRTS બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડર બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ વ્હીલર ચાલક આડે આવ્યો હતો. જેને પગલે ડ્રાઈવરે ટૂ વ્હિલર ચાલકને બચાવવા જતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
બીજી બાજુ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે BRTS બસના ડ્રાઈવરે અંડરપાસમાં સંતુલન ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે, આ ઘટનામાં 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે BRTS બસના બે ભાગ થઈ ગયા હતા. આ ઘટનામાં પાંચ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.


Previous articleકોરોના વાયરસ થી સંક્રમિત દર્દી ઓના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો.
Next articleજીટીયુએ ઓફલાઈન પરીક્ષા મોકૂફ કર્યા બાદ હજુ સુધી ઓનલાઈન પરીક્ષા અંગે વિચાર્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here