(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા ના વડીયા પેલેસ સરકારી વસાહત માં રહેતી અને સુરત ખાતે પરણાવેલી મહિલાને ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા તપાસ હાથ ધરી છે.મળતી માહીતી મુજબ રાજપીપળા વડિયા સરકારી વસાહતમાં રહેતી મહિલા ના લગ્ન 2020 ના બર્ષમાં ક્રિષ્ણાપાર્ક સોસાયટી,દાંડીરોડ રાંદેર સુરત ખાતે રહેતા ધ્રુવિલકુમાર કાંતીભાઈ પટેલ સાથે થયા બાદ થોડાજ સમયમાં તેમના સાસુ મિનાક્ષીબેન કાંતીભાઇ પટેલ નાઓએ દસ તોલા સોનાની માગણી કરી યેનકેન પ્રકારે શારીરીક માનશીક ત્રાસ આપી,ગોવા ફરવા ગયેલા ત્યાં પતોએ પત્ની સાથે ઝઘડો કરી દિવાલ સાથે અથડાવી,તેમના દિયર હર્ષકુમાર કાંતીભાઈ પટેલ એ મેણા-ટોણા મારી ધાક ધમકીઓ આપી કાંતીભાઇ ઠાકોરભાઇ પટેલ નાઓએ પુત્રવધુ ને પાછી તેડી જવાની ના પાડી આ ચારેય એ એક સંપ થઇ શારીરીક માનસીક ત્રાસ આપી મદદગારી કરી ગુનો કરતા મહિલા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.