Home Business ચીનના એક ઉદ્યોગપતિએ એશિયાના સૌથી અમીર શખ્સના મામલામાં મુકેશ અંબાણીને પાછળ પાડી...

ચીનના એક ઉદ્યોગપતિએ એશિયાના સૌથી અમીર શખ્સના મામલામાં મુકેશ અંબાણીને પાછળ પાડી દીધા છે.

34
0

ભારતના સૌથી અમીર શખ્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી થોડા દિવસ પહેલાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ હતા. હવે ચીનના એક ઉદ્યોગપતિએ એશિયાના સૌથી અમીર શખ્સના મામલામાં મુકેશ અંબાણીને પાછળ પાડી દીધા છે. પત્રકારિતા, મશરૂમ ફાર્મિંગ અને હેલ્થકેરમાં પોતાનું કેરિયર બનાવ્યા બાદ હવે પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર બ્રાન્ડ નાંગ્ફૂ સ્પ્રિંગના ફાઉન્ડર ઝોંગ શાંશન એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ચૂક્યા છે. તે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ચીની ઉદ્યોગપતિ તેમજ અલીબાબાના ફાઉન્ડર જેક માને પાછળ છોડી ચૂક્યા છે. આ વર્ષે 2020માં તેઓની નેટવર્થ 7090 કરોડ ડોલર એટલે કે અંદાજે 5.2 લાખ કરોડ રૂપિયાથી વધીને 7780 કરોડ ડોલર એટલે કે 5.7 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
હવે તે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના મુજબ દુનિયાના 11મા સૌથી અમીર શખ્સ છે. તેઓની સંપત્તિમાં ઐતિહાસિક તેજી આવી છે અને ખાસ વાત એ છે કે ચીનની બહારનાં લોકોને આ પહેલાં તેઓનાં વિશે કોઈને પણ જાણકારી ન હતી. 66 વર્ષીય ઝોંગ કોઈપણ પ્રકારે રાજનીતિ સાથે જોડાયેલાં નથી અને તેઓની કારોબારી દિલચસ્પી પ્રોપર્ટી ટાયકૂન્સ જેવા અન્ય રિચ ફેમિલી સાથે જોડાયેલી નથી, અને આ કારણે તેઓને લોન વુલ્ફ (Lone Wolf) કહેવામાં આવે છે.
બોટલબંધ પાણી અને કોરોના વેક્સિનની સફળતાને લીધે નેટવર્થમાં ઉછાળો
ઝોંગની કારોબારી સફળતાના કારણ નેટવર્થમાં જે નફો થયો, તે બે વિભિન્ન સેક્ટરના કારોબારથી મળીને થયો છે. ઝોંગની વેક્સિન મેકર બેઈજિંગ વાંટાઈ બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઈઝ કોર્પોરેશન આ વર્ષે એપ્રિલ 2020માં પબ્લિક થઈ હતી. અને તેના 3 મહિના બાદ તેઓની બોટલબંધ કંપની નાંગ્ફૂ સ્પ્રિંગ કોર્પોરેશન પણ લિસ્ટિંગ થઈ હતી જેને હોંગકોંગની લિસ્ટીંગમાં રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. પોતાની શરૂઆત બાદથી નાંગ્ફૂના શેરના ભાવમાં 155 ટકા સુધીનો વધારો આવ્યો છે. અને વાંટાઈના શેર 2 હજાર ટકાથી પણ ઉપર છે.
રિલાયન્સમાં ઘટાડાનો ફાયદો ઝોંગને થયો
એક સમય રિલાયન્સ ચેરમેન અંબાણી દુનિયાના ચૌથી સૌથી અમીર વ્યક્તિ હતા. રિલાયન્સના શેરોમાં વધારો લગભગ અટકી ગયો છે. કેમ કે અંબાણીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો જે વાયદો કર્યો હતો, તેના કારણે તેમના પર ઘણું દેખાવ જોવા મળ રહ્યા હતા. તેના વિપરિત જ્યારે સિટીગ્રૃપ ઈંકનાએનાલિસ્ટે કહ્યું કે નાંગફૂમાં રોકાણ પ્રવાહ ખુબ જ વધારે થઈ રહ્યો છે અને આ અઠવાડિયે સ્ટોક શિખર પર પહોંચી ગયો હતો. ઝોંગની બીજ કંપની વાંટાઈ એ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે કોરોનાને અટકાવવા માટે વેક્સિન તૈયાર કરી રહી છે. ઝોંગ જેક માને પણ થોડા મહિલના પહેલાં પછાડી દીધા હતા. જેક માની સંપત્તિ 5120 કરોડ ડોલર એટલે કે 3.7 લાખ કરોડ રૂપિયા છે.
અંબાણી માટે સારું રહ્યું છે આ વર્ષ
અમીર લોકોના લિસ્ટમાં અંબાણી નીચે તરફ લપસી રહ્યા છે. પણ તેમના માટે વર્ષ 2020 અસાધારણ રહ્યું છે. નવી બિઝનેસ ડીલ્સ અને રિલાસન્ય ઈન્ડસ્ટ્રીઝના ટેક્નિકલ તેમજ ઈ કોમર્સ સેક્ટરમાં પ્રવેશ કરીને અંબાણીએ પોતાનો કારોબાર વિસ્તાર્યો છે. આ વર્ષે તેઓની નેટવર્થ 1830 કરોડ ડોલર એટલે કે અંદાજે 1.3 લાખ કરોડ રૂપિયાથી વધીને 7960 કરોડ ડોલર (5.6 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે.


Previous articleથર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે ગૃહવિભાગ નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
Next articleઆફ્રિકા નાં મોમ્બાસાનાં દરિયામાં ડૂબી જવાથી બે કચ્છી યુવાન નાં મોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here