Home South-Gujarat સોનગઢનાં ઇલેશ ગામીત સહિતનાં 30 થી 40 ઈસમોએ વાહન છોડાવવા માટે ...

સોનગઢનાં ઇલેશ ગામીત સહિતનાં 30 થી 40 ઈસમોએ વાહન છોડાવવા માટે માસ્ક તથા મોઢે રૂમાલ બાંધી રેંજ ઓફિસમાં ઘુસી જઇ ઝપાઝપી કરી વન કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ તમામ વિરુદ્ધ સુબિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

26
0

ડાંગ જિલ્લાનાં ઉત્તર વનવિભાગમાં સમાવિષ્ટ બરડીપાડા રેંજમાં વીરપન્નોએ ટોળા સાથે ધસી આવી રેંજકર્મીઓ સાથે ઝપાઝપી કરી ગુનાનાં કામે કબ્જે કરાયેલ વાહનને ઉઠાવી જતા આ તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ ..
ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ બરડીપાડા રેંજ કચેરી ખાતે તાપી જિલ્લાનાં ધનમોલી સોનગઢનાં ઇલેશ ગામીત સહિતનાં 30 થી 40 ઈસમોએ વાહન છોડાવવા માટે માસ્ક તથા મોઢે રૂમાલ બાંધી રેંજ ઓફિસમાં ઘુસી જઇ ઝપાઝપી કરી વન કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ તમામ વિરુદ્ધ સુબિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ…
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ બરડીપાડા રેંજ કચેરીએ તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં ધનમોલીનાં ઇલેશ ગામીત સહિત 30થી 40 માણસોનું ટોળુ પિકઅપ વાન.ન.જી.જે.26.ટી.8052માં સવાર થઈ માસ્ક તેમજ મોઢાને રૂમાલ બાંધી લાકડી તથા ડંડા સાથે ગુનામાં સંડોવાયેલ વાહન.ન.જી.જે.19.એ.એ.7200 બાબતે પ્રથમ બરડીપાડા રેંજ કચેરીનાં રોજમદાર સાથે રકઝક કરી હતી.અને ગુનાનાં કામમાં પકડાયેલ ગાડીનાં કાગળીયા ક્યાં છે અને ક્યાં ગુના હેઠળ પકડી છેની પૂછપરછ કરી હતી.બાદમાં રોજમદારે ઇલેશ ગામીત સાથે આવેલ આ ટોળાને રેંજ ઓફિસર હાજર હોય જેઓને મળવા જણાવ્યુ હતુ.અહી બરડીપાડા રેંજ કચેરીનાં આર.એફ.ઓ સતીશ ટી.પરમારે વાહન છોડાવવા આવેલ તમામ ઇસમોને સમજાવી જણાવ્યુ હતુ કે તમારૂ વાહન બરડીપાડા રાઉન્ડ.ગુના. ન.1/2021-2022નાં કામે સંડોવાયેલ છે.અને આ ગાડી પાયલોટીંગનાં કામે વપરાયેલ છે.તેમજ આ ગાડી ગુનાના કામે કબ્જે લીધેલ હોય જેથી કોર્ટમાં રજૂ કરેલ છે.જેથી આ વાહન હાલમાં અમારાથી મુક્ત કરી શકાય તેમ નથીનું જણાવતા ટોળાનો મુખ્ય સૂત્રધાર ઇલેશભાઈ ગામીત તથા અન્ય 30 થી 40 જણાનું ટોળુ ઉશ્કેરાઈ જઈ ફરજ પરનાં અધિકારી અને કર્મચારીઓ જોડે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ ઇલેશ ગામીત સહિત 30 થી 40નાં ટોળાએ એકસંપ થઈ બરડીપાડા રેંજ કચેરીમાંથી ગુનાનાં કામે વપરાયેલ અંદાજીત 8 લાખનાં વાહનને ગેરકાયદેસર રીતે ધાડ પાડી લઈ જતા બરડીપાડા રેંજ ઓફિસર સતીશ પરમાર દ્વારા ઇલેશ ગામીત સહિત 30 થી 40નાં ટોળા વિરુદ્ધ સુબિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ ઈસમોએ રેંજ ઓફિસ બરડીપાડામાં ઘુસી જઇ વન કર્મીઓ સાથે ઝપાઝપી કરી ધાડ પાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાબતે સુબિર પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી IPC કલમ 143,147, 120 B, 186, 332, 323, 353, 395, 34, 447 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પી.એસ.આઈ.એચ.કે વરૂએ હાથ ધરી હતી…


Previous articleઅંકલેશ્વર ની ગોયા બજાર ના વેપારી મંડળે સ્વૈચ્છીક લોકડાઉન નો નિર્ણય લીધો
Next articleડાંગ જિલ્લામાં આજ રોજ વધુ 11 પોઝિટિવ કેસો સામે આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here