India

પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ માં આગ લાગી હોવાની ઘટના.

કોરોના સામેની લડાઈમાં કોવિશીલ્ડ રસી બનાવવાનું કામ કરી રહેલી પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ માં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાસ્થળે પહોંચેલી ગાડીઓ આગ ઓલવવામાં લાગી છે. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટમાં જ કોવિશીલ્ડ બનાવવામાં આવી રહી છે, જે ભારત સહિત અનેક દેશોને આપવામાં આવશે.

ગત વર્ષે જ થયું હતુ આ નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન

મળતી માહિતી પ્રમાણે પુણેના મંજરીમાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરવાની યોજના છે. ગત વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ, પરંતુ અત્યારે આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ નથી થઈ શક્યું. દૂરથી પ્લાન્ટ પર આગના કાળા ધુમાડા જોવા મળી રહ્યા છે. 5 માળના આ પ્લાન્ટમાં કોવિશીલ્ડનું પ્રોડક્શન થોડાક દિવસમાં શરૂ થવાનું છે.

જૂના પ્લાન્ટથી કરવામાં આવી રહ્યું છે કોવિશીલ્ડનું પ્રોડક્શન

અત્યારે કોરોના વેક્સિન કોવિશીલ્ડનું પ્રોડક્શન સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના નવા પ્લાન્ટથી લગભગ એકથી બે કિલોમીટર અંતર પર આવેલા જૂના પ્લાન્ટથી કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટનું નિર્માણ 1996માં કરવામાં આવ્યું હતુ. અહીં કોવિશીલ્ડનું પ્રોડક્શન થઈ રહ્યું છે. કોવિશીલ્ડનું મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરવાની તૈયારી નવા પ્લાન્ટથી હતી, જેનો કેટલોક ભાગ અત્યારે આગની ઝપટમાં છે.

Leave a Reply

Your email address will not be published.