Home Surat અંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા શ્યામ રેસીડેન્સી નજીક કાર માં લાગી આગ 

અંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા શ્યામ રેસીડેન્સી નજીક કાર માં લાગી આગ 

80
0

કાર ચાલક નો બચાવ થયો ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો 
અંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા શ્યામ રેસીડેન્સી નજીક આઈ ટ્વેન્ટી કાર માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો 
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા પાસે આવેલ શ્યામ રેસીડેન્સી નજીક થી રાહુલ મિશ્રા પોતાની આઈ ટ્વેન્ટી કાર લઇ પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન કાર માં અચાનક શોર્ટ શર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી આગ ને જોતા રોહુલ મિશ્રા કાર માંથી બહાર નીકળી ગયા હતા જો કે આસ પાસ લોકો દોડી આવી પાણી નો છટકાવ કર્યો હતો પરંતુ આગ કાર માં વધુ ફેલાતા ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા એક ફાયર ટેન્ડર સાથે ફાયટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર ના હસ્તી તળાવ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષા રોપાણ કાર્યક્રમ યોજાયો
Next articleરાજપીપળા માં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા સોમવાર થી સાંજે ચાર વાગે તમામ બજારો બંધ થયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here