Home Kheda (Anand) આજરોજ ડાકોર નજીક આવેલા રસુલપુર ગામ માંથી સવારે સાડા ચાર ફીટ લાંબા...

આજરોજ ડાકોર નજીક આવેલા રસુલપુર ગામ માંથી સવારે સાડા ચાર ફીટ લાંબા મગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું

11
0

નેચર હેલ્પ ફાઉન્ડેશન ડાકોર શાખાના હેલ્પલાઇન નંબર પર આજ રોજ ઠાસરા તાલુકાના રસુલપુરગામ થી સવારે ૧૧:૪૦ મિનિટે ફોનકોલ આવ્યો કે આશરે સાડા ચારફૂટનો મગર શેઢી નદીમાંથી ગામમાં આવી ચડેલ છે. સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ફોન આવતા સંસ્થાના સ્વયંસેવક મિત્રો ઘ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરી આર. એફ.ઓ. શ્રી કે.એમ.ભોઈ સાહેબના માર્ગદર્શન હેઠળ ગણતરી ની મિનિટમાં ઘટના સ્થળે પહોંચવા સાધનોથી સજ્જ થઇ નીકળ્યા લગભગ ૩૫મિનિટ થતા ઘટના સ્થળ પહોંચી ત્યાં જઈ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું મગર સતત 3 કલાકથી ગામમાં આવી ગયો હતો.
મગર ગામમાં આવી જતા સરપંચ ઘ્વારા મગરને પકડી અને અન્ય સ્થળે સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવા વિનંતી કરવામાં આવતા સંસ્થાના સ્વયમસેવક મિત્રો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ સમય ન બગાડતા મગરને પકડવાની તૈયારી કરી અને લગભગ ૪૫મિનિટ માં ઓપરેશન પૂર્ણ થયુ. આ મગર ને દોરડા ના ગાડીયા ની મદદથી સહીસલામત પાંજરે પુરવામાં આવ્યો મગર ૪ ફૂટ ૮ ઇંચનો હતો અંદાજિત 30કિલો વજન હતું સંસ્થાના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશન માં શિવમ જોષી, મયંક ગોસ્વામી, તીર્થ પંડ્યા, તથા વનવિભાગ માંથી અનિલભાઈ પટેલ તથા સ્ટાફ ની મુખ્ય કામગીરી હતી.

મગર વરસાદી મહોલના કારણે ગામ માં આવી ચડ્યો હતો મગર ઘ્વારા કોઈને નુકશાન પહોંચાડવા માં આવતું નથી સિવાય એને છનછેડવા માં આવે સ્વયંસેવક મિત્રો ઘ્વારા ગ્રામ જનો ને મગરથી કેવી રીતે સુરક્ષિત રહેવું તથા મગર ને કેવી રીતે સુરક્ષિત રખાય તે અંગે ની માહિતી પૂરી પાડવામાં આવી હતી મગરને એના પ્રાકૃતિક નિવાસમાં પુનરવસવાટ માટે મુક્ત કરવામાં આવ્યો.

Previous articleરાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૩૨ દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે….
Next articleભારત અને ચીનના વિદેશ મંત્રીઓની વચ્ચે 5 સૂત્રી સહમતિ મળ્યા બાદ પણ,………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here