Kheda (Anand)

આજ રોજ ડાકોર નગરપાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભા યોજવામાં આવી

આજ રોજ ડાકોર નગરપાલિકા માં સામાન્ય સભા યોજવામાં આવી હતી તેમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સભ્યો ને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી.

આજ રોજ ડાકોર નગરપાલિકા ના સભાખંડમાં બપોરે પાલિકા ના પ્રમુખ દ્વારા સાધારણ સભા યોજવામાં આવી હતી. તેમાં જુદા જુદા સભ્યો ને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી અને પ્રમુખ દ્વારા ઠરાવ કરવામાં આવ્યા હતા જેમાં ડાકોર ગામમાં આશરે ૪ કરોડના વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી. આ રૂપિયા ડાકોર ગામમાં રસ્તા નું નિર્માણ માટે ગટર લાઈન માટે, તેમજ બીજા બધા વિકાસ કાર્યોમાં વાપરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે.

આજ રોજ યોજાયેલી સભામાં ડાકોર નગરપાલિકા ના પ્રમુખ દ્વારા બોલાવેલ સભા મા વિરોધ પક્ષના નવ સભ્યો દ્વારા સભાનો બહિસ્કાર કરવામાં આવ્યો હતો.જેમાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના અધીનીમય ની જોગવાઈ ૫૧[૩] મુજબ નવે સભ્યો દ્વારા ડાકોર સહેર ના ચીફ ઓફિસર ને લેખિત જાણકારી આપવામાં આવી હતી. વિરોધ પક્ષના સભ્યો નું એવું કહેવું હતું કે સભા યોજાવાની તારીખના ૭ દિવસ પેહલા દરેક સભ્યો અને એજન્ડા બનાવવાનો હોય છે જેમાં વિરોધ પક્ષના નવ સભ્યો દ્વારા ૧૯ મી તારીખે એજન્ડા બજાવી અને ૨૧ મી તારીખે સામાન્ય સભા રાખી નગરપાલિકા ના અધિનિમય નો ભંગ કરવામાં આવ્યો.

આ બાબતે ચીફ ઓફિસર વિશાલ પટેલ ને પૂછતા તેઓ કહે છે કે મને કોઈ એજન્ડા બનાવવામાં આવ્યા નથી.

સતત બીજા વર્ષે હાર્દિકભાઈ કનુભાઈ શાહ ના ડાકોર નગરપાલિકા કારોબારી ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.