GUJARAT

અંકલેશ્વર ની ધોરણ પાંચ માં અભ્યાસ કરતી બાળકી એ કોરોના સેફટી પોસ્ટર બનાવ્યું 

કોરોના થી બચવા માટે ના મુદ્દાઓ આવેળી લીધા 

પોસ્ટર તૈયાર કરતા બાળકી ને ૫ દિવસ લાગ્યા 

અંકલેશ્વર જીઆઇડીસી માં ખાનગી સ્કૂલ માં ધોરણ ૫ માં અભ્યાસ કરતી બાળકી એ પોતાની કાબેલીયત પ્રમાણે કોરોના મહામારી થી બચવા માટે કોરોના નું સેફટી પોસ્ટર બનાવી લોકો ને એક સંદેશો પાઠવ્યો છે

અંકલેશ્વર ભરૂચ વચ્ચે ના જુના નેશનલ હાઇવે પર આવેલ ગોલ્ડન પામ વીલા માં રહેતા ભરતભાઈ રોહિત ખાનગી કંપની માં નોકરી કરે છે તેમની ૧૧ વર્ષીય પુત્રી માહયા જીઆઇડીસી માં આવેલ ગટ્ટુ વિદ્યાલય માં ધોરણ ૫ માં અભ્યાસ કરે છે હાલ કોરોના ની મહામારી ના પગલે સ્કૂલ બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે સ્કૂલ તરફ થી કોરોના પોસ્ટર બનાવવા નું જણાવવા માં આવતા માહયા એ પોતાની કાબેલિયત પ્રમાણે પોસ્ટર બનાવવા ની શરૂઆત કરી માહયા એ કોરોના થી બચવા માટે તેમજ સાવચેતી અંગે ના મુદ્દા ઓ આવરી લઇ ૫ દિવસ ની મહેનત બાદ તેણે પોસ્ટર તૈયાર કરી તેને કોરોના સેફટી પોસ્ટર નું નામ આપ્યું છે આ પોસ્ટર બનાવવા માટે માહયા એ તેના પિતા ની મદદ લીધી હતી આ કોરોના સેફટી પોસ્ટર થકી માહયા એ લોકો ને કોરોના થી બંચવા માટે નો સંદેશો પાઠવી આકર્ષણ નું કેન્દ્ર બની છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.