ટીકોપ્લેનિન (Teicoplanin) નામની આ એક ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક દવાથી કોરોના વાયરસની સારવારમાં નવી આશા જાગી છે. તાજા રિસર્ચમાં ખબર પડી છે કે આ દવા અત્યારે ઉપયોગમાં લેવાય રહેલી દવાઓ કરતાં 10 ગણી વધુ અસરદાર સાબિત થઇ શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ 23 દવાઓના રિસર્ચ બાદ આ દાવો કર્યો છે. IIT-Dના કુસુમ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સિસે કોરોના વાયરસ માટે ઉપયોગમાં લેવાઇ રહેલી 23 દવાઓનું સ્ક્રીનિંગ કર્યું. ન્યૂઝ એજન્સી પીટીઆઈના મતે બાકી દવાઓની સાથે જ્યારે ટીકોપ્લેનિનની અસરની તુલના કરાઇ તો ખબર પડી કે આ દવા 10થી વધુ ઘણી અસરદાર છે.
IIT દિલ્હીના પ્રોફેસર અશોક પટેલ આ અભ્યાસને લીડ કરી રહ્યા હતા. પટેલે કહ્યું કે ટીકોપ્લેનિનની અસરને બાકીની દવાઓ સાથે કમ્પેયર કરાઇ. ટીકોપ્લેનિન SARS-COV-2 ની વિરૂદ્ધ ઉપયોગમાં લેવાઇ રહેલી બાકીના મુખ્ય દવાઓ જેવી કે હાઇડ્રોક્લોરોક્વિન અને લોપિનેવિરની સરખામણીમાં 10-20 ગણી વધુ અસરદાર મળી. આ રિસર્ચ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યૂલ્સમાં પણ છપાયું છે. AIIMSના ડૉ.પ્રદીપ શર્મા પણ આ રિસર્ચનો હિસ્સો હતા.
હજુ વધુ મોટા લેવલ પર રિસર્ચની જરૂર: એક્સપર્ટ
ટીકોપ્લેનિન એક ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક છે. આ દવા વ્યક્તિઓમાં ઓછો ટૉક્સિક પ્રોફાઇલવાળા ગ્રેમ-પોઝિટિવ બેક્ટેરિયલ ઇન્ફેકશન્સને સાજા કરવામાં ખૂબ ઉપયોગ થાય છે. તેને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાંથી પણ અપ્રૂવલ મળી છે. IIT દિલ્હીના પ્રોફેસર પટેલે કહ્યું કે તાજેતરમાં રોમની સેપિએન્જા યુનિવર્સિટીમાં ટીકોપ્લેનિનની સાથે એક ક્લિનિકલ સ્ટડી થયો છે. કોવિડ-19ની વિરૂદ્ધ ટીકોપ્લેનિનની શું ભૂમિકા છે, તેને નક્કી કરવા માટે મોટાપાયે અલગ-અલગ સ્ટેજના કોવિડ દર્દીઓ પર સ્ટડી કરવાની જરૂર છે.
ભારતમાં 60 લાખથી વધુ કોરોના કેસ
છેલ્લાં 24 કલાકમાં 82000થી વધુ નવા કેસ સામે આવતાની સાથે જ ભારતમાં કોવિડ કેસીસની સંખ્યા 60 લાખને પાર જતી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સોમવાર સવારે રજૂ કરાયેલા ડેટા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણના કુલ 60,74,702 કેસ છે. તેમાંથી 9,62,640 કેસ હજુ પણ એક્ટિવ છે. જ્યારે 50,16,520 લોકો સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરી ચૂકયા છે. છેલ્લાં 24 કલાકમાં 1039 દર્દીઓના મોતની સાથે મૃતકોની સંખ્યા 95542 પર પહોંચી ગઇ છે. દેશમાં રિકવરી રેટ 82.58 ટકા છે, જે દુનિયામાં સૌથી વધુ છે. તો મૃત્યુ દર ઘટીને 1.57 ટકા થઇ ગયો છે.
Home Corona-live ટીકોપ્લેનિન (Teicoplanin) નામની આ એક ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક દવાથી કોરોના વાયરસની સારવારમાં નવી...