Home Surat માંગરોળમાં જન આશીર્વાદ યાત્રાના સ્વાગતની તૈયારી માટે ભાજપ સંગઠનની બેઠક યોજાઇ

માંગરોળમાં જન આશીર્વાદ યાત્રાના સ્વાગતની તૈયારી માટે ભાજપ સંગઠનની બેઠક યોજાઇ

66
0

તા.૧ લીએ માંગરોળમાં જન આશીર્વાદ યાત્રામાં નવનિયુક્ત મંત્રી જીતુભાઈ ચૌધરી આવશે

માંગરોલ, દેગડીયા :માંગરોળ તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે જન આશીર્વાદ યાત્રા ના સ્વાગતની તૈયારી માટે ભાજપ સંગઠનની બેઠક જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા ની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

રાજ્ય સરકાર ના નવનિયુક્ત પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી જન આશીર્વાદ યાત્રા માં તારીખ ૧ લી ના રોજ આવી રહ્યા છે ઉપરોક્ત યાત્રા ઝંખવાવ થી તાલુકામાં પ્રવેશ કરશે. ઠેર ઠેર જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે જેની તૈયારીના ભાગરૂપે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા ની અધ્યક્ષતા માં માંગરોળ ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી જન આશીર્વાદ યાત્રાને સફળ સફળ બનાવવા માટે યોજાયેલી આ ખાસ બેઠકમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિલ શાહ જિલ્લા પંચાયત સભ્ય દિનેશ સુરતી તાલુકા ભાજપ ના હોદ્દેદારો મહામંત્રી રમેશભાઇ ચૌધરી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ મુકુંદભાઈ પટેલ તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રસિંહ રણા યુવા મોરચાના પ્રમુખ મિહિર પટેલ સહિત ચૂંટાયેલા સભ્યો મહેશભાઈ ગામીત કારોબારી અધ્યક્ષ મહાવીર સિંહ પરમાર અને વિવિધ મોરચાના હોદેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તમામને ભાજપના આગેવાનો દ્વારા યાત્રાની જવાબદારી ઓ આપવામાં આવી હતી

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleરાજપીપળા બર્ક ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકાર્યો બાદ હવે દિવાળી તહેવાર માટેનું આગવું આયોજન કરાયું
Next articleઉમરપાડાની ગુલી ઉમરની પ્રાથમિક શાળામાં બાળપંચાયતની ચુંટણી યોજાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here