વાંકલ ગામે લોક ડાઉન ના સજ્જડ બંધ ના અમલ માટે મિટિંગ બોલાવવામાં આવી.. મિટિંગમાં પી એસ આઇ અને આગેવાનો હાજર રહ્યા..
બંધનું ચુસ્તપણે પાલન નહીં કરનાર દુકાનદાર સામે રૂપિયા 10,000 દંડ વસુલવાનું ગ્રામપંચાયતે નક્કી કર્યું
માંગરોલ, દેગડીયા — માંગરોળ તાલુકાના વાંકલ ગામે લોક ડાઉન ના સજ્જડ અમલ માટે વાંકલ ગામ ના સરપંચ અને અગ્રણી આગેવાનો દ્વારા મીટીંગ બોલાવવામાં આવી હતી આ મિટિંગમાં માંગરોળના પી.એસ.આઇ પરેશ નાયી માજી જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ વસાવા વાઘેલ ગામ ના સરપંચ ભરતભાઈ વસાવા ઉપસરપંચ નીતાબેન પ્રજાપતિ તેમજ ચૂંટાયેલા સભ્યો વેપારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિટિંગમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ વસાવાએ જણાવ્યું કે માંગરોળ તાલુકામા કોરોના વાયરસ ના કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે લોકડાઉન જ એક માત્ર ઉપાય છે ઘણા બધા લોકોને સંક્રમિત થઈ સારવાર માટે દવાખાનાઓમાં જઈ રહ્યા છે પરંતુ તેઓને સારવાર મળી શકતી નથી ઓક્સિજન ની વ્યવસ્થા મળતી નથી આ તાલુકામાંથી અનેક દર્દીના સગાઓ અમને ફોન કરીને સર્વ કરાવવા વિનંતી કરે છે જેથી આ તાલુકાની સ્થિતિ ગંભીર છે આવા સમયે વેપારી મિત્રો ને બજાર સજ્જડ બંધ કરવા માટે અપીલ કરું છું માંગરોળના પી એસ આઈ પરેશભાઈ નાયી એ જણાવ્યું કે પબ્લિક સારી હશે તંદુરસ્ત હશે તો ધંધો પણ મળશે માટે વેપારીઓ આવા ગંભીર સમયમાં એક સાથે રહી આ પરિસ્થિતિનો સામનો કરે એ જરૂરી બન્યું છે અંતમાં વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત ના સભ્યો તથા ગ્રામજનો દ્વારા મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે બુધવાર તારીખ ૨૧ થી ૨૫ એપ્રિલ સુધી સજ્જડ બંધ નું પાલન કરવાનું રહશે.સવારે ૬ થી સવારે ૮ વાગ્યા સુધી દૂધ નું વેચાણ થશે મેડિકલ અને દવાખાનું આખો દિવસ ચાલુ રહેશે. આ બંધ દરમિયાન જો કોઈ વેપારી દુકાનદાર માલ વેચતા પકડાશે તો તેને દસ હજાર રૂપિયાનો દંડ પંચાયત દ્વારા વસૂલવામાં આવશે અથવા તો દુકાન સીલ કરી દેવામાં આવશે. તા. ૨૬ એપ્રિલ થી પછી સ્થિતિને જોયા બાદ નિર્ણય લેવામાં આવશે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત