Home Rajpipla રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતા નર્મદા જિલ્લામાં થનારી ઉજવણી અંગે કલેકટર...

રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતા નર્મદા જિલ્લામાં થનારી ઉજવણી અંગે કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ

1
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની રાજ્ય વ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં તા .૧ લી ઓગષ્ટથી તા .૯ મી ઓગષ્ટ સુધી પાંચ વર્ષ આપણી સરકારના – સૌનો સાથ સૌનો વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ soP ના પાલન સાથે હાથ ધરાનારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઘઢી કાઢવા જિલ્લા કલેકટર ડી.એ. શાહે “ ટીમ નર્મદા ને અનુરોધ કર્યો છે,રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા , ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ. ડિંડોર , પ્રાયોજના વહિવટદાર બી.કે. પટેલ,પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા સહિત વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના અધ્યક્ષપદે આ ઉજવણીના પૂર્વ આયોજન અંગે બેઠક યોજાઈ હતી.

Previous articleહળવદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ને જામનગર જિલ્લાના કિસાન મોરચાના પ્રભારી બનાવ્યા
Next articleઉમરપાડા ના ટી.ડી.ઓ. તરીકે આર.એલ.સોલંકી એ ચાર્જ સંભાળ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here