Home South-Gujarat વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે, સમગ્ર દેશભરમાં PM મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં...

વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે, સમગ્ર દેશભરમાં PM મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે

94
0

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ દેશભરમાં ઉજવાશે. આ પ્રસંગે અમદાવાદ જિલ્લામાં કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં 1.31 લાખ લોકોને કોરોના સામે રસી આપવામાં આવશે.
આ ડ્રાઈવમાં 600 જેટલા આરોગ્ય કર્મચારીઓ જોડાશે. કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જિલ્લામાં 11 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 3.93 લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ગણેશ પંડાલ, ઇન્ડસ્ટ્રીઝ એરિયા જેવા જાહેર સ્થળોએ આરોગ્ય કર્મચારીઓ આવતીકાલે સવારે 7 વાગ્યાથી રસીકરણની કામગીરીમાં જોડાશે.
આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો દ્વારા લાભાર્થીઓને ઘરે-ઘરે સર્વે કરીને રસીકરણ સ્થળે લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેઘા ડ્રાઈવમાં કરવામાં આવેલ રસીકરણના દર બે કલાકે આંકડા લઈને ચૂંટણી પદ્ધતિ અનુસાર રસીકરણ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here