Home India મુંબઇ ની કોર્ટે લગ્ન બાદ પારિવારિક જીવનને લઇ અગત્યના નિર્ણય સંભળાવ્યો

મુંબઇ ની કોર્ટે લગ્ન બાદ પારિવારિક જીવનને લઇ અગત્યના નિર્ણય સંભળાવ્યો

10
0

મુંબઇ (Mumbai)ની એક કોર્ટે લગ્ન બાદ પારિવારિક જીવનને લઇ અગત્યના નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટ એ મજાકમાં વાતચીત કરી અને સાસુ-સસરાના મેણા-ટોણા એ લગ્નજીવનનો એક હિસ્સો ગણાવ્યો. દરેક પરિવારમાં આવું થતું હોય છે. સેશન કોર્ટ એ માલાબાર હિલ (Malabar Hill)ના રહેવાસી 80 અને 75 વર્ષની ઉંમરના વૃદ્ધ કપલને આગોતરા જામીન આપી દીધા છે.
લગ્ન બાદ મહિલાએ સાસુ-સસરા પર ખરાબ વ્યવહાર કરવાનો આરોપ મૂકયો હતો. તેની સાથે જ મહિલાએ તેમની અરજીને રદ કરવાની અપીલ કરતાં કહ્યું કે સાસુ-સસરા કેટલીક સંપત્તિઓના કેસમાં પણ ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇનવેસ્ટિગેટિવ જર્નાલિસ્ટસ (ICIJ)ની યાદીમાં છે.
30 વર્ષની મહિલાના લાગ્ન હવે દુબઇ (Dubai)માં વસી ચૂકેલા સ્કૂલ ફ્રેન્ડની સાથે 2018મા થયા હતા. મહિલાના મતે લગ્નના થોડાંક દિવસ પહેલાં જ રજીસ્ટ્રેશન માટે દસ્તાવેજ તૈયાર કરતાં સમયે ખબર પડી કે પતિ અસલમાં ઘરમાં કામ કરનારનો દીકરો હતો, જેને તેના ‘સાસુ-સસરા’એ ભણાવી-ગણાવી મોટો કર્યો હતો.
મહિલાના મતે સાસુ-સસરા એ એક તો કોઇ ગિફ્ટ આપી નહીં અને ઉપરથી દોઢ કરોડ રૂપિયાના કિંમતી હીરા અને સોનાના ઘરેણાંને પણ પોતાના કબ્જામાં કરી લીધા, જેને તેમને પેરેન્ટસે લગ્નમાં આપ્યા હતા. સાથો સાથ તેને ફ્રીજ અડવાની પણ મંજૂરી નહોતી. વાસી જમવાનું પીરસાતું હતું. લિવિંગ રૂમમાં સૂવા માટે મજબૂર કરાતી હતી.
પતિને આ બધી વાતોની ફરિયાદ કરવા પર મજા લેતો અને પેરેન્ટસની બધી વાત માનવાની સલાહ આપતા. એક વખત દુબઇથી પાછા ફરતા સમયે પતિએ 15 કિલો ડ્રાયફૂટસ મોકલાવ્યું. સાસરે પહોંચતા સાસુ એ પેકેટ લેતા પહેલાં કાયદેસર તેનું વજન કરાવ્યું. એટલું જ નહીં તેણે પોતાના માતા-પિતાના ઘારે જવાની પણ મંજૂરી મળી નહોતી.
સાસુ-સસરા પક્ષના વકીલે કહ્યું કે મહિલાના પતિને દત્તક લીધેલ બાળક હોવાની માહિતી પહેલેથી જ હતી. લગ્ન બાદ માત્ર તે 10 દિવસ માટે જ સાસુ-સસરા સાથે રહી. તેમણે એમ પણ કહ્યું કે લગ્નનો ખર્ચ પણ બંને પરિવારોએ સરખા ભાગે ઉઠાવ્યો છે. દુબઇ જતા રહ્યાની આશંકાને ધ્યાનમાં રાખતા કોર્ટે સાસુ અને સસરાનો પાસપોર્ટ જમા કરી લીધો છે.


Previous articleસરકારે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના ઉપયોગ માટે MHRA દ્વારા કરાયેલી ભલામણને સ્વીકારી લીધી છે.
Next articleઅમદાવાદ ના લઘુમતી વર્ચસ્વધરાવતા વિસ્તારો સ્થાનિક સંસ્થાઓ માટે ચિંતાનો વિષય બન્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here