Home Crime સાપુતારામાં આવેલી નામાંકિત લેક્વ્યુ હોટલનાં રૂમનાં બાથરૂમમાં દિલ્હીની 26 વર્ષીય યુવતીની કાંચનાં...

સાપુતારામાં આવેલી નામાંકિત લેક્વ્યુ હોટલનાં રૂમનાં બાથરૂમમાં દિલ્હીની 26 વર્ષીય યુવતીની કાંચનાં એંગલ જોડે દુપટા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં રહસ્યમય લાશ મળી

53
0

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં આવેલી નામાંકિત લેક્વ્યુ હોટલનાં રૂમનાં બાથરૂમમાં દિલ્હીની 26 વર્ષીય યુવતીની કાંચનાં એંગલ જોડે દુપટા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં રહસ્યમય લાશ મળી આવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક કોરોનાની મહામારીમાં હાલમાં એકલ દોકલ પ્રવાસીઓ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવી જાય છે.ગત 22-04-2021નાં રોજ બે પ્રેમી પંખીડા નામે અવિગ્યાબેન છેત્રી ઉ.26 રે.એચ.ન.ખ.ન ગલી.ન.2 બ્લોક એ કલમવિહાર માજરા બુરારી ઉત્તર દિલ્હી જેઓ રાજકોટનાં ધનાઢય પરિવારનાં નિરજભાઈ સંજયભાઈ રોકડ(પટેલ)ઉ.45 સાથે ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવી હતી.અને આ બન્ને પ્રેમી પંખીડા ગિરિમથક સાપુતારાની નામાંકિત લેક્વ્યુ હોટલનાં રૂમ. ન.3008માં રોકાયા હતા.
જેમા ગતરોજ 23-04-2021નાં રોજ અવિગ્યાબેન છેત્રીએ રાત્રી રોકાણ દરમ્યાન અગિયાર વાગ્યાથી બાર વાગ્યાનાં સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર રૂમનાં બાથરૂમમાં પોતાના પીળા કલરનાં દુપટા વડે બાથરૂમનાં કાંચનાં એંગલ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
અહી યુવક સાથે હોટલનાં રૂમમાં આવેલી યુવતીનું રહસ્યમય મોત નિપજયું હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે.હોટલનાં રૂમમાં આવેલ બાથરૂમમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકે થતા સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ.ડામોર તથા અ.હે.કો શક્તિસિંહ સરવૈયા સહિતની પોલીસ ટીમ લેક્વ્યુ હોટલમાં ધસી ગઈ હતી.અહી સ્થળ પરથી સાપુતારા પોલીસની ટીમે મૃતક યુવતીનો લાશનો કબ્જો મેળવી પી.એમનાં અર્થે શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.સાપુતારાની લેક્વ્યુ હોટલમાં દિલ્હીની 26 વર્ષીય પ્રવાસી યુવતીએ ખરેખર આત્મહત્યા કરી છે કે પછી આ યુવતીની હત્યા કરાઈ છે.જેનો ભેદ હજુ સુધી અકબંધ રહયો છે. જે તપાસ બાદ જ ખુલશે.આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ ડામોરે અમોત સી.આર.પી કલમ.174 મુજબ ગુનો નોંધી યુવતી સાથે આવેલ રાજકોટનાં યુવાનની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…
શેખર ખેરનાર ડાંગ


Previous articleરાજપીપળા માં ચાર દિવસના સ્વૈચ્છીક બંધ બાદ આજે બજારો ખુલ્યા : કેટલીક દુકાનોમાં કોવિડ નું કડક પાલન
Next articleવાંકલ ગામ ના સરપંચ ના પિતા અને નિવૃત્ત કસ્ટમ અધિકારી પ્રતાપભાઈ વસાવાનું કોરોના થી અવસાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here