Home Tech Google Play Store પર આવેલા લેટેસ્ટ અપડેટની સાથે એક નવો બગ આવ્યો...

Google Play Store પર આવેલા લેટેસ્ટ અપડેટની સાથે એક નવો બગ આવ્યો છે…

29
0

Google Play Store પર આવેલા લેટેસ્ટ અપડેટની સાથે એક નવો બગ આવ્યો છે. આ બગ ઘણી પ્રોપ્યુલર બ્રેડના સ્માર્ટફોનની બેટરી ઝડપથી નષ્ટ કરી રહ્યું છે. nePlus, Oppo અને Asusના સ્માર્ટફોન આ બગથી પ્રભાવિત થનાર ડિવાઈસમાં સામેલ છે. તેના સિવાય, સેમસંગ, વીવો અને ઘણી બીજી સ્માર્ટફોન નિર્માતા કંપનીઓના પસંદગીના હેડસેટ્સના યૂઝર્સે પણ આ ફરિયાદ કરી છે. આ બગ આવવાનું સાચું કારણ હજી જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે, એવું સીપીયુના અસામાન્ય ઉપયોગને કારણે આવા બગ આવે છે. તમારા ફોનની બેટરી માટે સીપીયુનો અસામાન્ય ઉપયોગ ખૂબ જ ખરાબ કરે છે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, પ્લે સ્ટોરની ડાઉનલોડ સેવા ઘણી બધી મોબાઇલ ચિપસેટને ઓવરડ્રાઈવ કરી રહી છે. આ સમસ્યાની ફરિયાદ કરતા કેટલાક સ્ક્રીનશોર્ટથી ખબર પડે છે કે ખુબ અજીબોગરીબ ઘટના છે. આ બગથી પ્રભાવિત ઘણા ઉપકરણોના વપરાશકર્તાઓ કહે છે કે પ્લે સ્ટોરને કારણે તેમની 70 ટકા બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે.
આપણે પહેલા કહ્યું તેમ, હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે નવી સમસ્યાનું સાચું કારણ શું છે. પરંતુ વનપ્લસની વાત કરીએ તો અસરગ્રસ્ત વપરાશકારોની સંખ્યા ઘણી વધારે છે. ખાસ કરીને, 2018માં આવેલા વનપ્લસ 6 સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને ખૂબ અસર થઈ છે. આનો અર્થ એ થયો કે પ્લેસ્ટોરની આ ભૂલને કારણે લાખો લોકોની મોબાઈલની બેટરી ડિસ્ચાર્જમી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગૂગલે હજી સુધી પ્લે સ્ટોરમાં આવેલા આ બગની સમસ્યાનો સ્વીકાર કર્યો નથી. તમને જણાવી દઈએ કે, આ બગ પ્લે સ્ટોર એટલે કે બિલ્ડ નંબર 22.0.18 ના નવીન લેટેસ્ટ વર્ઝનમાં છે. આ વર્ઝનને રોલ આઉટ 24 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવ્યું છે.
કેટલાક પ્રભાવિત યૂઝર્સનો દાવો છે કે લેટેસ્ટ ગૂગલ ન્યૂઝ એન્ડ્રોઇડ એપ્લિકેશનને કારણે સીપીયુમાં પણ આવી જ સમસ્યા આવી રહી છે. જો કે, આવી ફરિયાદો કરનારા યૂઝર્સની સંખ્યા ખૂબ ઓછી છે. શુક્રવારે ગુગલ ન્યૂઝમાં એક અપડેટ બહાર પાડવામાં આવ્યું છે.


Previous articleનેપાળ ઉત્તરાખંડમાં કલાપાની નજીક તેની સરહદ પાર સૈન્ય તૈનાત કરવા માટે કાયમી ક્વાર્ટર્સ અને બેરેક બનાવી રહ્યું છે.
Next articleસુરતના હીરા ઉદ્યોગની સાથે સાથે રિયલ એસ્ટેટના વેપારને પણ વધુ વેગ મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here