ચીન ના વુહાન શહેરમાંથી નીકળેલ કોરોના વાયરસ સતત પોતાના નવા-નવા સ્વરૂપ ધારણ કરતાં ખૂબ જ સંક્રમક થઇ રહ્યું છે. બ્રિટન , દક્ષિણ આફ્રિકા બાદ હવે જાપાન (Japan)માં પણ કોરોના વાયરસ નો એક નવો મ્યુટેટ સ્ટ્રેન મળ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન બ્રિટનમાં જોવા મળેલા સ્ટ્રેનની જેમ જ ખૂબ જ વધુ સંક્રમક છે. કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન અત્યાર સુધી જોવા મળ્યો નહોતો અને બ્રાઝીલ (Brazil)થી પાછા આવેલા 4 લોકોમાં જોવા મળ્યો છે.
નિક્કેઇ એશિયાના રિપોર્ટ પ્રમાણે આ સંક્રમિત પેસેન્જર બે જાન્યુઆરીના રોજ બ્રાઝીલથી જાપાનના હનેદા એરપોર્ટ પર ઉતર્યા હતા. આ લોકોમાં મહિલાઓ અને પુરુષ બંને સામેલ છે. આ તમામ લોકોનો એરપોર્ટ પર ટેસ્ટ થયો હતો અને હવે રિઝલ્ટ પોઝિટિવ આવ્યા છે. જે ત્રણ લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે તેમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, તાવ અને ગળામાં મુશ્કેલી જોવા મળી છે.
સંક્રમણને રોકવા માટે ઇમરજન્સીની સ્થિતિની જાહેરાત
બ્લૂમબર્ગના રિપોર્ટના મતે અંદાજે 40 વર્ષના એક વ્યક્તિમાં જાપાના પાછા ફરતા કોઇ લક્ષણ દેખાયા નહોતા પરંતુ બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે. આ તમામ લોકોની તપાસ કરાઇ હતી જેમાં કોરોના વાયરસના એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોનાના આ નવા સ્ટ્રેન અંગે માહિતી આપી દીધી છે.
અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે હજી સુધી જાપાનમાં જોવા મળેલ કોરોનાનો નવો સ્ટ્રેન હજી વિકસિત થઇ રહ્યો છે અને તેના લીધે તે કેટલો સંક્રમક છે તેની ભાળ મેળવી શકાઇ નથી. જાપાનમાં અત્યારે દરરોજ 7000થી વધુ કેસ સામે આવે છે. અત્યાર સુધી દેશમાં 3900 લોકોના મોત થયા છે.
પીએમ સુગા એ લોકોને સહયોગની અપીલ કરી
જાપાને ઝડપથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ઇમરજન્સી સ્થિતિની જાહેરાત કરી દીધી છે. આ ઇમરજન્સીની સ્થિતિ શુક્રવારના રોજ લાગૂ થઇ ગઇ છે જે સાત ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ દરમ્યાન લોકોને કોરોના સંક્રમણને રોકવાના ઉપાયો જેવા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગને બનાવી રાખવાનું અનિવાર્ય હશે. મોટાપાયા પર સ્વાસ્થ્ય અધિકારી અને પોલીસકર્મી લોકોની તપાસ પણ કરશે.
ઇમરજન્સીની જાહેરાતના પહેલાં દિવસે જનજીવન સામાન્ય રહ્યું અને ટ્રેનોમાં માસ્ક પહેરેલાં લોકોની ભીડ જોવા મળી. પ્રધાનમંત્રી યોશિહિદે સુગા એ રેસ્ટોરાંમાં કામકાજના સમયમાં ઘટાડો કરવા અને લોકોને ઘરેથી કામ કરવાની પોતાની અપીલ દોહરાવી. સુગા એ કહ્યું કે અમે લોકો તેને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યા છીએ. લોકોના સહયોગથી આપણે કોઇપણ કિંમત પર આ મુશ્કેલ સ્થિતિને નીકળવું પડશે.