કોરોના વધતા સંક્રમણ ને લઈ દમણ પ્રશાસને કડક નિયમો સંઘ પ્રદેશમાં લાદી દીધા છે. પહેલા નાઈટ કરફ્યુ અને હવે શાળાઓ બંધ કરવાનો આદેશ કર્યો છે. તેમજ બહારથી આવતા પ્રવાસીઓને વેક્સીનેશન સર્ટિફિકેટ હોય તો જ પ્રદેશમાં એન્ટ્રી મળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંઘપ્રદેશ દમણમાં બુધવારે માત્ર એક દિવસમાં કોરોનાના 17 કેસ આવતા આરોગ્ય વિભાગ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાના બાળકો કોરોના સંક્રમિત ન થાય એ માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ 1 થી 8 સુધીની શાળાને ગુરૂવારથી બીજા દેશ ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના માત્ર ૩ કેસ જ એક્ટિવ હતા. જોકે બુધવારે આરોગ્ય વિભાગની ટીમે લીધેલા 410 સેમ્પલ લીધા હતા. જે પૈકી અત્યાર સુધીમાં સૌથી વધુ 17 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. દમણમાં દિવાળી પૂર્વેથી જ પ્રશાસને રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનું કરફ્યુ અમલમાં મૂકાયો છે.

દમણના કલેક્ટર તપશ્યા રાઘવે જણાવ્યું કે, દમણ પ્રશાસને વધતા કેસોને ધ્યાનમાં રાખીને કડક નિયમો લાદી દીધા છે. પહેલા નાઈટ કરફ્યુ અને બાદમાં શાળાઓ બંધ ના આદેશ આપ્યા છે અને સાથે બહારથી આવતા પ્રવાસીઓને વેક્સીનેશન સર્ટિફિકેટ હોય તેવા પ્રવાસીઓને સંઘ પ્રદેશમાં પ્રવેશ મળશેના નિર્ણયો સાથે કડક અમલીકરણ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. સાથે તમામ હોટેલ અને ઉદ્યોગકારોને પણ વેક્સીનેશન કામગીરી પૂર્ણ કરવાની અને નિયમોનું પાલન કરવાના આદેશ અપાયા છે. સાથે નિયમો તોડનારાઓ પર કડક કાર્યવાહી કરાશેનો નિર્ણય પણ લેવાયો છે.