ડાકોર નગરપાલિકામાં સેનેટરી ઈન્સ્પેકટર આજે સવારે ફરજ પર હાજર થવા માટે પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ રસ્તામાં તેમની ઉપર ઘાતક હથીયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતા ડાકોર પોલીસે અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા માટે તાત્કાલિક ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.
ડાકોર સેનેટરી ઈન્સ્પેકટર પર કયા કારણસર અજાણ્યા શખ્તોએ હુમલો કર્યો છે. તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગંભીર રીતે ઘવાયેલા સેનેટરી ઈન્સ્પેકટરને પ્રાથમિક સારવાર ડાકોર રેફરલ હોસ્પીટલમાં આપવામાં આવી હતી. પરંતુ હાલત વધુ બગડતા તાત્કાલિક નડિયાદ સિવિલમાં ખસેડ્યા છે.