Home Kheda (Anand) કોવિડ-૧૯ અંતર્ગત ખેડા જિલ્‍લાના કેમીસ્‍ટોનો સેમીનાર યોજાયો

કોવિડ-૧૯ અંતર્ગત ખેડા જિલ્‍લાના કેમીસ્‍ટોનો સેમીનાર યોજાયો

45
0

નડિયાદ-શુક્રવારઃ-  જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં જિલ્‍લાના કેમીસ્‍ટોનો એક સેમીનાર કોવિડ-૯ના સંક્રમણને અટકાયતમાં લેવા માટે ખેડા જિલ્‍લા પંચાયત, નડિયાદના પટેલ હોલમાં યોજાયો હતો. આ સેમીનારમાં ગાંધીનગર જિલ્‍લાના પાયલોટ પ્રોજેકટ તરીકે જે મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવેલ તે ACSYS એટલે કે Advanced covid-19 Syndromic Survelliance Systemના અમલીકરણ માટે તમામ ખાનગી કેમીસ્‍ટ, તાલુકા હેલ્‍થ ઓફિસરો અને મેડીકલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી. આ તાલીમ આપવા માટે ગાંધીનગર જિલ્‍લામાંથી ર્ડો.યોગીતા તુલસીયા ઇએમઓ ગાંધીનગર, ડો. તિવારી આસી પ્રોફેસર ગુજરાત ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અને તેમની ટીમ ઉપસ્‍થિત રહીને સમગ્ર મોબાઇલ એપ વિષે પાવર પ્રેઝન્‍ટેશન થી ઝીણવટભરી માહિતી આપી હતી.
આ મોબાઇલ એપથી તમામ કેમીસ્‍ટ તેમના મેડિકલ સ્‍ટોર પર આવતા કોવિડ ૧૯ના શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા કેસોની માહિતી તેમના મોબાઇલમાં એપ થકી ભરશે જે માહિતી તે જ સમયે સંબંધીત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર/શહેરી અર્બન કેન્‍દ્રના મેડિકલ ઓફિસરના મોબાઇલમાં દેખાશે. જેથી ત્‍વરીત સર્વેલન્‍સ, સ્‍ક્રીનીંગ, રેપીડ સ્‍ટેટ જેવી કાર્યવાહી હાથ ધરી શકાશે અને આ રીતે કોવિડ-૧૯ના કેસોને શરૂઆતના સ્‍ટેજમાં જ સારવાર હેઠળ મૂકી શકાશે.
સેમીનારની શરૂઆતમાં જ કલેકટરશ્રીએ તમામ કેમીસ્‍ટોને કોવિડ-૧૯ની વૈશ્ર્વિક મહામારીને કાબૂમાં લેવા આ મોબાઇલ એપનો અસરકારક અમલીકરણ કરી સામાજીક અને નૈતિક ફરજ અદા કરવા અનુરોધ કર્યો હતો. બે તબકકામાં યોજાયેલ આ સેમીનારમાં ર્ડા. એસ.એમ.દવે, સીડીએચઓ, નડિયાદ, શ્રી એન.આર.સૈયદ, આસી. કમિશ્ર્નર, ફ્રુડ એન્‍ડ ડ્રગ વિભાગ, નડિયાદ, ર્ડો.ઠાકર ઇએમઓ નડિયાદ વગેરેએ હાજર રહિને જરૂરી માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડેલ છે.
સૌ કેમીસ્‍ટઓએ સ્‍થળ પર જ અતિ ઉપયોગી એવી આ મોબાઇલ એપ ડાઉનલોડ કરેલ અને કોવિડ-૧૯ ની વૈશ્ર્વિક મહામારીને કાબૂમાં લેવા એક કોરોના વોરીયર્સની અદાથી પોતાની સામાજીક અને નૈતિક જવાબદારી નિભાવી પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.


Previous articleચૂંટણી અગાઉ જ્યારે આખા બિહારમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઇ રહ્યા છે એવામાં કિશનગંજ જિલ્લામાં ફરી એક નિર્માણધીન પુલ તૂટી ગયો છે…
Next articleમાનવ કલ્‍યાણ યોજનામાં બીપીએલ કુટુંબના લાભાર્થીને સ્‍વરોજગારી માટે ૨૭ પ્રકારની વ્‍યવસાય માટેની ટુલ કીટ આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here