પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ કન્ટેનર ન.જી.જે.04.એક્સ.6850 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કન્ટેનર માર્ગની સાઈડનાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં કન્ટેનર સંરક્ષણ દીવાલ ઉપર ઝોલા ખાધેલી હાલતમાં પલ્ટી જતા બાજુનાં ઊંડા ખાડામાં ખાબકતા બચી હતી.અહી કન્ટેનરને જંગી નુકસાન થયુ હતુ.આ અકસ્માતનાં બનાવમાં ચાલકને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચતા તેને તેણે તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
શેખર ખેરનાર ડાંગ
Home South-Gujarat ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ...