Home Gujarat અમદાવાદમાં હાલ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વેજલપુરમાં બેન્ક સાથે ઠગાઈનો...

અમદાવાદમાં હાલ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વેજલપુરમાં બેન્ક સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે….

1
0

અમદાવાદમાં હાલ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વેજલપુરમાં બેન્ક સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં માતાની સહી કરી પુત્રીએ રૂપિયા 2.25 લાખ ઉપાડી લીધા હોવાનું જણાવ્યું છે. પુત્રીએ ખોટી સહીથી પૈસા ઉપાડ્યાની ફરિયાદ ખુદ બેંકના મેનેજરે કરી છે. જ્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો ત્યારે પુત્રીની સહીને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ખરાઈ કરાઈ હતી. ત્યારબાદ ખુદ બેન્ક મેનેજરે વેજલપુર પોલીસમાં ફરિયાદ કરી છે.
આજ સુધી માતા-પુત્રના સંબંધોને લાછન લગાડતા અનેક કિસ્સાઓ વાંચ્યા કે જાણ્યા હશે, પરંતુ આ ઘોર કળિયુગમાં માતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડે તેવો અમદાવાદમાં છેતરપિંડીનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ ઘટનામાં મળતી માબિતી પ્રમાણે અમદાવાદના પાલડી એરિયાના એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવેશભાઈ વેજલપુર એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી એસબીઆઇ બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની બ્રાંચમાં 45,000 જેટલા ખાતા છે. જેમાં સમીમ બાનુ શેખનું પણ એક સેવિંગ એકાઉન્ટ છે જે એકાઉન્ટ વર્ષ 2017થી ખોલાવવામાં આવેલુ છે.
ગત તારીખ 2 માર્ચના રોજ સમીમબાનુએ બેંકને લેખિત અરજી કરી હતી કે, તેમના એકાઉન્ટમાંથી ચાર ચેક ઉપર અલગ અલગ તારીખે તેમની દીકરી અમરીન બુખારીએ ખોટી સહીઓ કરી તેમના ખાતામાંથી 2.25 લાખ જેટલા રૂપિયા ઉપાડી લીધા છે. ત્યારબાદ બેંકના મેનેજરે તપાસ શરૂ કરી હતી.
જેથી બેંકે સમીમબાનુની પુત્રી અમરીને આપેલા ચાર ચેકની સહીઓ જોતા ખાતાધારક સમીમ બાનુની સહીના નમુનાના હસ્તાક્ષર પ્રમાણે ચેક પર સહી કર્યા હોવાનું જણાયું હતું. જોકે, ચેક ક્લિયરિંગ સમયે કોઇ ગેરસમજ થઇ ન હતી. બંને મા-દીકરી અનેક વખત સાથે બેન્કમાં પૈસા ઉપાડવા આવે છે. જેથી બેંક ધારકની પુત્રીને ચાર ચેક ઉપર કેશિયરે નાણાં આપ્યા હતા.

Previous articleનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પશ્ચિમ બંગાળ અને કેરળમાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત અલકાયદાના મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે…
Next articleરાજ્યમાં આગામી સમયમાં પાલિકા, મહાપાલિકા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે,…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here