Home Crime બનાસકાંઠા જિલ્લાના થરાદમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.

8
0

બનાસકાંઠા જિલ્લામાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૈસાની લાલચમાં આવેલા ડીસાના વેપારીના જ સાથી વેપારી મિત્રએ ડીસાના વેપારીને દાડમનો માલ ખરીદવા દિયોદર બોલાવ્યો હતો. ત્યારબાદ તેની પાસે રહેલા લાખો રૂપિયા પડાવી લેવા ડીસાના વેપારીને તેની કારમા જ દોરડા વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી તેની લાશને થરાદના નર્મદાની કેનાલમાં ફેંકી દીધી હતી. પરંતુ થયું કંઈક એવું કે ગણતરીના જ દિવસોમાં હત્યાનો ભોગ બનેલા ડીસાના વેપારીના હત્યારા મિત્રો ઝડપાઈ ગયા હતા. પોલીસને હાથે અને પોલીસે હત્યારા બે શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના થરાદમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે દિવસ અગાઉ થરાદની નર્મદા નહેરમાંથી યુવકની બિનવારસી હાલતમા લાશ મળી આવી હતી. જોકે મૃતક યુવકના ગળું તેમજ હાથ દોરડા વડે બાંધેલા જોઈ ઘટના સ્થળે ઉમટેલા લોકો સહિત પોલીસ ચોંકી ઉઠી હતી અને તે બાદ પોલીસે મૃતક યુવકના પરિવારની શોધખોળ શરૂ કરી.
જોકે મૃતક યુવક પણ મોડે સુધી ઘરે ન પહોંચ્યો હોઈ તેનો પરિવાર પણ તેની શોધખોળ કરી રહ્યો હતો. અને સોશિયલ મીડિયાની મદદથી મૃતકનો ભાઇ પણ યુવકની શોધખોળ કરતો થરાદ આવી પહોંચ્યો હતો. પરંતુ અચાનક મૃતદેહને જોતા જ મૃતક યુવક ડીસાનો સંતોષ કુમાર ઉર્ફે સંજયભાઈ દેવનમલ માળી દાડમનો વેપારી હોવાનું સામે આવ્યું.
જો કે મૃતકના ગળા પર દોરડું અને હાથ દોરડાથી બાંધેલા જોઈ હત્યાની શંકા જતાં સમગ્ર ઘટનાને લઇ મૃતક સંજયભાઈના ભાઈ સેવકરામ પરમાર(માળી)એ થરાદ પોલીસ મથકે પહોચી પોતાનો ભાઈ ઘરેથી લાખો રૂપિયા લઇ પોતાની કારમાં દાડમની ખરીદી કરવા દિયોદર નીકળ્યો અને તે સમયે અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હત્યા કરી દસ્તાવેજનો નાશ કરવા તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
જોકે તપાસ દરમ્યાન ગણતરીના કલાકોમાં જ પોલીસને મૃતક યુવક સંજયભાઇની કાર રાધનપુર હાઈવે પરથી બીનવારસી હાલતમાં મળી આવતા પોલીસે CCTV સહિત ફિંગર તેમજ FSL રીપોર્ટને આધારે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ મૃતક સંજયભાઈ માળીની સાથે જ વ્યવસાયમાં જોડાયેલા દિયોદરના ભેસાણા ગામના રમેશ નાનજીભાઈ ચૌધરી ને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં રમેશે સંજયભાઈ પાસે રહેલા રૃપિયાની લૂંટ કરવા તેમનું મર્ડર કરવાનો પ્લાન ઘડ્યો હોવાનો ખુલાસો થયો છે.
પોતાની સાથે દિયોદરનાં નાના ગોળિયા ભેસાણા ખાતે ખેતરમાં રહેતા કિરણ વિનોદભાઈ વિઠોદરા(ઠાકોર)નામના શખ્સને સાથે રાખી સંજયભાઈની કારમાં દાડમ જોવા રવેલ રામપુરા તરફ નીકળી તકનો લાભ ઉઠાવી સંજયભાઈને દોરડા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હોવાનું કબુલતા જ પોલીસે રમેશ અને કિરણ નામના શખ્સને રૂ.6,93,300ની રોકડ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleમધ્યપ્રદેશ માં લવ જેહાદ વિરુદ્ધ પ્રસ્તાવિત બિલના ડ્રાફ્ટને લઇ રાજ્ય કેબિનેટે મંજૂરી આપી.
Next articleહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 27થી 30 ડિસેમ્બર સુધીમાં હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here