Home Gujarat રાજકોટ જિલ્લાની ગોંડલ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે…

રાજકોટ જિલ્લાની ગોંડલ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે…

80
0

રાજકોટ જિલ્લાની ગોંડલ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેલમાં કેદીઓ સાથે ભોજન કરતા અન્ય 6 શખ્સો ઝડપાયા છે. સાંજે 7 વાગ્યા બાદ આ શખ્સો હત્યા કેસના આરોપીને મળવા જેલમાં આવ્યા હતા. ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં 11 સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
માહિતી મુજબ રાજકોટ જિલ્લાની ગોંડલ જેલમાં ચાલતી લાલીયાવાડીને લઈને રાજ્યના જલેવડાના આદેશ બાદ રાત્રીના સમયે અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. સાંજે 7 વાગ્યે બંધ થતી જેલમાં 6 લોકો બહારથી આવ્યા અને હત્યા કેસના 5 કેદીઓ સાથે ભોજન કર્યું એમ જાણ થઈ હતી. જ્યારે આ 11 શખ્સો ભોજન કરી રહ્યા હતા ત્યારે જ જેલવડાની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સ્થળે ટીમને 5 મોબાઇલ અને 15 હજારની રોકડ મળી આવી હતી.
કાર્યવાહી બાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આ 11 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે જેલ સ્ટાફ સામે કડક કાર્યવાહી થઈ શકે એવી માહિતી પણ મળી છે. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જેલમાં રહેલા હત્યા કેસના આરોપી રાજુ શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, નિખિલ રમેશ દોનગા, અમિત પડારીયાને ઝડપી લીધા છે. જ્યારે બહારથી આવેલા જયેશ દવે, જીતેન્દ્ર વનરાજ, અજય રાયધન બોરીચા, નિકુલ ડોંગા, જીગ્નેશ ભુવા અને કલ્પેશ ઠુમરની શાધખોળ કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here